મે ૨૦૨૩માં અમેરિકાના ૪૬ વર્ષના ભૂતપૂર્વ સૈનિક ઍરોન જેમ્સને આંખ સહિતના આંશિક ચહેરાનું પ્રત્યારોપણ કરાયું હતું અને એ વિશ્વનું પ્રથમ પ્રત્યારોપણ હતું.
અજબગજબ
અમેરિકાના ૪૬ વર્ષના ભૂતપૂર્વ સૈનિક ઍરોન જેમ્સન
આ ઘટનાને વિજ્ઞાનનો ચમત્કાર અને ભવિષ્ય માટેનો આવિષ્કાર કહી શકાય. ૨૦૨૩ સુધી શરીરનાં વિવિધ અંગોનું પ્રત્યારોપણ થયું હતું. મે ૨૦૨૩માં અમેરિકાના ૪૬ વર્ષના ભૂતપૂર્વ સૈનિક ઍરોન જેમ્સને આંખ સહિતના આંશિક ચહેરાનું પ્રત્યારોપણ કરાયું હતું અને એ વિશ્વનું પ્રથમ પ્રત્યારોપણ હતું. વીજકરન્ટ લાગતાં જેમ્સનો ચહેરો બળી ગયો હતો. ન્યુ યૉર્ક યુનિવર્સિટીની લાંગોન હૉસ્પિટલમાં જેમ્સનું ઑપરેશન થયું હતું. આજે એક વર્ષ પછી જેમ્સની સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે. અર્કન્સામાં સામાન્ય જીવન જીવી રહ્યા છે. આ સર્જરી અને વર્ષ પછીનું એનું પરિણામ અને સંશોધનને અમેરિકન મેડિકલ અસોસિએશનના જર્નલમાં એક પેપર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એમાં લખ્યું છે કે પ્રત્યારોપિત કરાયેલી આંખમાં સમયની સાથે-સાથે સામાન્ય દબાણ અને રક્તપ્રવાહ ચાલુ રાખ્યો છે. પ્રાણીઓમાં આવાં પ્રત્યારોપણ કરાયા પછી આવું પરિણામ નહોતું મળ્યું.