શિકંજીએ લોકોમાં ચર્ચા જગાવી છે. એક વેન્ડરે નોખા પ્રકારની વિમલ પાન મસાલાની શિકંજી બનાવી છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો વાઇરલ થયો છે.
અજબગજબ
વિમલ પાન મસાલાની શિકંજી
મૅગીનાં ભજિયાં, આઇસક્રીમ વડાપાંઉ અને એવું-એવું ઘણું ચિત્રવિચિત્ર ઇનોવેશન સ્ટ્રીટ ફૂડમાં આકર્ષણનું કેન્દ્ર બને છે, પણ હવે આને પણ ટક્કર મારે એવી શિકંજીએ લોકોમાં ચર્ચા જગાવી છે. એક વેન્ડરે નોખા પ્રકારની વિમલ પાન મસાલાની શિકંજી બનાવી છે. ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો વાઇરલ થયો છે. વેન્ડર પાણી ભરેલા ગ્લાસમાં લીંબુ, આદું અને ફુદીનો નાખે છે. એ પછી વિમલ પાન મસાલાની પડીકી એમાં ઠાલવી દે છે. આ વિડિયોએ જુદા જ પ્રકારની ચર્ચા શરૂ કરી છે.