ચીનમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે : કૃત્રિમ બેબી-બમ્પ સાથે મૅટરનિટી ફોટો પડાવવાનો. કેટલીયે યંગ અને કુંવારી ચીની મહિલાઓ આવા ફોટોશૂટ કરાવી રહી છે
અજબગજબ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ચીનમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે : કૃત્રિમ બેબી-બમ્પ સાથે મૅટરનિટી ફોટો પડાવવાનો. કેટલીયે યંગ અને કુંવારી ચીની મહિલાઓ આવા ફોટોશૂટ કરાવી રહી છે. કહેવાય છે કે આ પ્રકારના શૂટ કરાવવાના ક્રેઝ પાછળ મૅટરનિટી તસવીરોમાં પાતળા, યુવાન અને સુંદર દેખાવાની ઘેલછા કારણભૂત છે. ખરેખર જ્યારે ગર્ભાવસ્થા આવશે ત્યારે આપણે આવા નહીં દેખાઈએ એ માન્યતા આવી ઘેલછા માટે જવાબદાર છે. ચીનના હુનાન પ્રાંતની મેઇઝી નામની એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે તાજેતરમાં કૃત્રિમ બેબી-બમ્પ સાથેના તેના ફોટોશૂટનો વિડિયો પોતાના ફૉલોઅર્સ સાથે શૅર કર્યો હતો. આ વિડિયોમાં જોઈ શકાય કે ફોટોગ્રાફર તેના પર ઍક્સેસરીઝ લગાડી રહ્યો છે, જ્યારે અન્ય એક જણ તેના પેટ પાસે કૃત્રિમ બેબી-બમ્પ લગાડી રહ્યો છે. ત્યાર પછી મેઇઝી બેબી-બમ્પ હોવા છતાં પોતાનું ફિગર કેટલું પર્ફેક્ટ છે એનું પ્રદર્શન કરે છે.