આ પ્રાણી ભૂરા અને સફેદ રંગનાં હોય છે અને એના શરીરના વચ્ચેના ભાગમાં પાંખ જેવી રચના છે
Offbeat News
ઑસ્ટ્રેલિયાના દરિયાકિનારે જોવા મળ્યા વિચિત્ર પ્રકારના સમુદ્રી જીવો
ઑસ્ટ્રેલિયાના દરિયાકિનારે આવેલા એક લોકપ્રિય પર્યટન-સ્થળ પર રંગીન દરિયાઈ પ્રાણી મોટી સંખ્યામાં જોતાં લોકો ડરી ગયા હતા. વિક્ટોરિયાના ઇગલ્સ નેસ્ટ બીચ પર ફરવા જનારા લોકોએ આ ડિસ્ક જેવા આકારના દરિયાઈ પ્રાણીના ફોટો લીધા છે. લોકો આને બ્લુ બૉટલના નામે ઓળખાવે છે, પણ એ સાચું નથી. વળી ૨૦થી ૩૦ વર્ષ પહેલાં આ પ્રાણીઓ અહીં દેખાતાં નહોતાં. આ પ્રાણી ભૂરા અને સફેદ રંગનાં હોય છે અને એના શરીરના વચ્ચેના ભાગમાં પાંખ જેવી રચના છે. નિષ્ણાતોએ એને સમુદ્રની સપાટી પર રહેતા દરિયાઈ પ્રાણી હોવાનું જણાવ્યું છે. ટૉક્સિલૉજીના પ્રોફેસર જેમી સીમોરે કહ્યું કે એને વેલેલા અથવા સી રાફ્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં એ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે. સિડનીમાં મોટી સંખ્યામાં લોકો એના ડંખનો ભોગ બન્યા છે. જોકે એનો ડંખ બ્લુ બૉટલના ડંખ જેટલા ખરાબ નથી. જે સ્થળે ઘા વાગે ત્યાં માત્ર થોડો દુખાવો થાય છે. જે દિશામાં પવન ફૂંકાતો હોય છે એ દિશામાં એમની પાંખો એમને લઈ જાય છે. આ જીવો સામાન્ય રીતે ૧૦ સેન્ટિમીટર લાંબા છે.