Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > એક ઘર બગાડે છે બ્રિટનની સૌથી વધુ ઉત્સવઘેલી શેરીની રોનક

એક ઘર બગાડે છે બ્રિટનની સૌથી વધુ ઉત્સવઘેલી શેરીની રોનક

Published : 02 December, 2022 11:47 AM | IST | New Milton
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ વર્ષ પહેલાં કૅડબરીની ક્રિસમસની જાહેરાતમાં આ શેરી દર્શાવાઈ હતી

બ્રિટનના હૅમ્પશરમાં ન્યુ મિલ્ટનના બાયરન રોડના રહેવાસીઓ ચૅરિટી માટે પોતાના ઘરમાં રોશની કરે છે

Offbeat News

બ્રિટનના હૅમ્પશરમાં ન્યુ મિલ્ટનના બાયરન રોડના રહેવાસીઓ ચૅરિટી માટે પોતાના ઘરમાં રોશની કરે છે


બ્રિટનના હૅમ્પશરમાં ન્યુ મિલ્ટનના બાયરન રોડના રહેવાસીઓ ચૅરિટી માટે પોતાના ઘરમાં રોશની કરે છે. બ્રિટનની આ સૌથી ઉત્સવઘેલી શેરી ફરી એક વાર વન્ડરલૅન્ડમાં ફેરવાઈ ગઈ છે, પણ આખી શેરીમાં માત્ર એક જ ઘરમાં ઉત્સવનો ઉત્સાહ જણાતો નથી. જૉલી સ્ટ્રીટના રહેવાસીઓ મોટે પાયે ક્રિસમસની રોશની કરે છે જે આખી શેરીમાં ઝગમગાટ રેલાવે છે. 


ક્રિસમસના તહેવારની ઉજવણી માટે આખી શેરીમાં ઉત્સવનું આયોજન કરનાર પિતા-પુત્ર ગેડ હોલિયોક અને જેસન ડીન લગભગ છેલ્લાં ૧૫ વર્ષથી આમ કરે છે. જોકે એક સ્થાનિક રહેવાસી લગભગ એટલાં જ વર્ષોથી એક જુદી જ પરંપરા નિભાવી રહ્યો છે. તે આ ઉત્સવમાં સક્રિય રીતે ભાગ જ નથી લેતો. 




શેરીમાં ઉત્સવની ઉજવણી માટે ભેગા થયેલા પર્યટકો રોશનીથી ઝળહળતાં ઘરો સાથે ફોટો પાડે છે. સહેજે બેથી અઢી મહિનામાં કરાયેલી આખી શેરીની સજાવટમાં આદમકદ જાનવરોનાં કટઆઉટ પરની લાઇટિંગ તેમ જ ચમકીલા સૅન્ટા ક્લૉઝ પણ છે. 

૨૦૦૪થી પ્રતિ વર્ષ આયોજિત આ શેરીમાં હંમેશાં આનંદી લોકોની ભીડ જામેલી હોય છે. જોકે મહામારી દરમ્યાન આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું નહોતું. ૬ વર્ષ પહેલાં કૅડબરીની ક્રિસમસની જાહેરાતમાં આ શેરી દર્શાવાઈ હતી, પરંતુ એમાં પણ આ એક ઘર અલગ તરી આવતું હતું.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2022 11:47 AM IST | New Milton | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK