રૉયલ નેવીએ તાજેતરમાં એક એવી શોધ કરી છે જેણે નાવિક અને ભૂગોળનિષ્ણાતોને વિચારતા કરી મૂક્યા છે
Offbeat
લગભગ ૧૯૩૭થી નાવિકો આ ખોટા નકશાનો ઉપયોગ કરતા હતા
દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં પિટકેર્ન ટાપુ છે, જે ચાર જ્વાળામુખી ટાપુઓથી નિર્માણ થાય છે. આ ચાર ટાપુઓમાંનો એક હેન્ડરસન આઇલૅન્ડ ટાપુ છે.
રૉયલ નેવીએ તાજેતરમાં એક એવી શોધ કરી છે જેણે નાવિક અને ભૂગોળનિષ્ણાતોને વિચારતા કરી મૂક્યા છે. તેઓ એક એવા દૂરસ્થ પૅસિફિક ટાપુ પર પહોંચ્યા હતા જે છેલ્લાં ૮૫ વર્ષથી નકશામાં ખોટી જગ્યાએ ચિહ્નિત હતો. પ્રાપ્ત માહિતી મુજબ નેવી બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીઝ પર વિશ્વવ્યાપી તપાસ અને અપડેટ્સ કરી રહી હતી ત્યારે તેમને આ બાબતની જાણ થઈ હતી.
પિટકેર્ન ટાપુ પરના ચારમાંનો એક ટાપુ હેન્ડરસન વાસ્તવમાં નકશામાં દર્શાવાયો છે એના કરતાં એક માઇલ દક્ષિણમાં આવેલો છે. લગભગ ૧૯૩૭થી નાવિકો આ ખોટા નકશાનો ઉપયોગ કરતા હતા.
ADVERTISEMENT
વિશ્વભરમાં બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીઝની આસપાસ પથરાયેલા પાણીના ચાર્ટને અપડેટ કરવાના પ્રયાસના ભાગરૂપે રૉયલ નેવી પૅટ્રોલ શિપ એચએમએસ દ્વારા આ ભૂલનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
હેન્ડરસન ટાપુ વિશ્વના સૌથી પ્રદૂપિત ટાપુઓમાંનો એક મનાય છે, કેમ કે એના દરિયાકાંઠે લગભગ રોજ ૨૭૦ જેટલી વસ્તુઓ તણાઈ આવે છે. આમ હેન્ડરસન આઇલૅન્ડ પર વર્ષે ૪ કરોડ પ્લાસ્ટિક આઇટમ્સ અને અન્ય કચરો જમા થાય છે.