બન્યું એવું કે અલોંગ એક પાણી ભરેલા ખાડામાં ફસાઈ ગયા
તેમજેન ઇમ્ના અલોંગ
નાગાલૅન્ડના પર્યટન અને ઉચ્ચ શિક્ષણ ખાતાના બીજેપીના પ્રધાન તેમજેન ઇમ્ના અલોંગ તેમની કટાક્ષભરી મસ્ત કમેન્ટ્સ માટે પ્રખ્યાત છે, પણ હમણાં પ્રસંગ એવો બન્યો કે તેઓ જ મજાક બન્યા, પણ અલોંગે ગાંજ્યા જાય એવા નહોતા. તેમણે પોતે જ પોતાના પર કમેન્ટ્સ કરી નાખી. બન્યું એવું કે અલોંગ એક પાણી ભરેલા ખાડામાં ફસાઈ ગયા. જોકે કેવી રીતે ફસાયા એની વિગતો મળી નથી. તેમના વાઇરલ થયેલા વિડિયોમાં તેઓ આ ખાડામાંથી બહાર આવવા માટે એકધારા પ્રયાસ કરી રહ્યા છે અને ઓછામાં ઓછા ત્રણ માણસ તેમને ધક્કો મારીને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. જોકે બહુ જદ્દોજહદ પછી એ ત્રણેય સફળ થાય છે. અલોંગ કોનું નામ, તેમણે પોતાના જ સ્ટ્રગલનો વિડિયો પોસ્ટ કરીને કમેન્ટ કરી, ‘આજ જેસીબી કા ટેસ્ટ થા. ગાડી ખરીદને સે પહલે એનસીએપી (ન્યુ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ) રેટિંગ ઝરૂર દેખેં, ક્યોં કિ યહ આપકે જાન કા મામલા હૈ...’