દીકરીને નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ આપવા પિતાએ કંકોતરી છપાવી હતી પણ એમાં કેટલીક કંકોતરીઓમાં ગણપતિબાપ્પાનો ફોટો જોઈને સૌકોઈને કૌતુક થયું
અજબગજબ
કેટલીક કંકોતરીઓમાં ગણપતિબાપ્પાનો ફોટો
ઉત્તર પ્રદેશના અમેઠીમાં શુક્રવારે મુસ્લિમ યુવતીના નિકાહ થયા. દીકરીને નવા જીવનની શરૂઆત માટે આશીર્વાદ આપવા પિતાએ કંકોતરી છપાવી હતી પણ એમાં કેટલીક કંકોતરીઓમાં ગણપતિબાપ્પાનો ફોટો જોઈને સૌકોઈને કૌતુક થયું. હિન્દુ રિવાજ પ્રમાણે લગ્નની કંકોતરી હોય એવી નિકાહની કંકોતરી છપાવી હતી. ફતેપુરના અલાદીન ગામના શબ્બીરની દીકરી સાયમાબાનોના નિકાહ રાયબરેલીના ઇરફાન સાથે હતા. એ માટે શબ્બીરે ગણપતિદાદાના ફોટો સાથે કંકોતરી છપાવી હતી. તેમણે કહ્યું કે કેટલાક હિન્દુ મિત્રો, પરિચિતોને પણ નિકાહમાં આમંત્રણ આપવાનું હતું એટલે હિન્દુ રિવાજ પ્રમાણે કંકોતરી છપાવવાનું નક્કી કર્યું હતું. સમાજ માટે ઉર્દૂમાં કંકોતરી છપાવી હતી એ હિન્દુઓ સમજી ન શકે એટલે ખાસ આવી કંકોતરી છપાવવી પડી હતી.