શુગર કૅન્ડીની માર્કેટમાં જબરી કૉમ્પિટિશન હોવાથી અને રૉ મટીરિયલનો ભાવ વધતો જતો હોવાથી એક રૂપિયાના પ્રાઇસ બૅન્ડમાં કૅન્ડી વેચવાનું પ્રૉફિટેબલ નહોતું રહ્યું.
What`s Up!
મુકેશ અંબાણી
નાના હતા ત્યારે પાન પસંદ, મૅન્ગો મૂડ, કૉફી બ્રેક, ટૂટી ફ્રૂટી, ચૉકો ક્રીમ જેવી પીપરમિન્ટ ખાધી હતી? પચીસ પૈસાથી લઈને એક રૂપિયામાં મળતી આ પીપર વેચવાનો ધંધો હવે મુકેશ અંબાણી કરવાના છે. અત્યાર સુધી આ ગોળી રાવળગાવ શુગર ફાર્મ દ્વારા વેચાતી હતી. આ કંપનીએ આ ગોળી બનાવવાની રેસિપીથી માંડીને કન્ફેક્શનરી બિઝનેસનો ટ્રેડમાર્ક બધું જ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને ૨૭ કરોડ રૂપિયામાં વેચી નાખ્યું છે. જોકે રાવળગાવ સુપર ફાર્મની પ્રૉપર્ટી, લૅન્ડ, પ્લાન્ટ, ઇક્વિપમેન્ટ્સ અને મશીનરી ઓરિજિનલ કંપની હેઠળ જ રહેશે. રાવળગાવ શુગર ફાર્મ કંપનીના કહેવા મુજબ કન્ફેક્શનરી બિઝનેસમાં સસ્ટેન થવું છેલ્લા થોડા સમયથી બહુ અઘરું થઈ ગયું હતું. શુગર કૅન્ડીની માર્કેટમાં જબરી કૉમ્પિટિશન હોવાથી અને રૉ મટીરિયલનો ભાવ વધતો જતો હોવાથી એક રૂપિયાના પ્રાઇસ બૅન્ડમાં કૅન્ડી વેચવાનું પ્રૉફિટેબલ નહોતું રહ્યું. જોઈએ હવે અંબાણી પરિવાર આપણી ભૂતકાળની યાદો સાથે સંકળાયેલી પીપરમિન્ટનું કેવું રીમેક કરે છે.