કિસ્સો ગયા વર્ષની ૧૭ સપ્ટેમ્બરનો છે. એ દિવસે એક કંપનીની ટ્રક રાખ ભરીને એક ગામમાંથી જતી હતી ત્યારે ગામના લોકોએ ટ્રક અટકાવી.
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
કિસ્સો ગયા વર્ષની ૧૭ સપ્ટેમ્બરનો છે. એ દિવસે એક કંપનીની ટ્રક રાખ ભરીને એક ગામમાંથી જતી હતી ત્યારે ગામના લોકોએ ટ્રક અટકાવી. કંપનીના સુપરવાઇઝર અખિલેશ પાંડેએ અનુપપુર પોલીસને ફોન કર્યો તો પોલીસે મદદ કરવાને બદલે ૫૦૦૦ રૂપિયા માગ્યા. આ વાતે પાંડે અને પોલીસ અધિકારી મકસદૂન સિંહ વચ્ચે બોલાચાલી થઈ એટલે પોલીસ-સ્ટેશન ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો અને અખિલેશને માર માર્યો. આ મામલે કોર્ટમાં કેસ ચાલ્યો અને મધ્ય પ્રદેશ હાઈ કોર્ટે અનુપપુર પોલીસ-સ્ટેશનના આખા સ્ટાફની એટલે કે ૬ પોલીસ-કર્મચારીની ૯૦૦ કિલોમીટર દૂર ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો. જસ્ટિસ જી. એસ. આહલુવાલિયાએ તમામ પોલીસ-કર્મચારી પાસેથી ૧.૨૦ લાખ રૂપિયાનો દંડ વસૂલીને અખિલેશ પાંડેને આપવાનો આદેશ પણ કર્યો છે અને ડીજીપીને રાજ્યનાં તમામ પોલીસ-મથકોની દરેક રૂમમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાડવા કહ્યું છે. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી આદેશનું પાલન નહીં થાય તો ડીજીપી સામે પણ કોર્ટ ઑફ કન્ટેમ્પ્ટ થશે એવું કહ્યું છે.