લિએને રેકૉર્ડ બનાવતાં પહેલાં ચાર-પાંચ મહિના સખત ટ્રેઇનિંગ લીધી હતી.
અજબ ગજબ
લિએન વેન હેમેલેન
ચરબી ઝડપથી બર્ન કરવા માટે બર્પી એક અસરકારક અને એટલી જ મુશ્કેલ એક્સરસાઇઝ છે. આ બે પાર્ટની એક્સરસાઇઝ છે જેમાં જમીન પર પુશઅપ કર્યા બાદ હવામાં જમ્પ કરવાનો હોય છે. બેલ્જિયમની એક મહિલાએ ગજબની ફિટનેસ બતાવીને એક કલાકમાં ૯૨૬ બર્પી કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો. લિએન વેન હેમેલેન જાણીતી ફિટનેસ-કંપની ક્રૉસફિટની કોચ છે જેણે એક મિનિટમાં લગભગ ૧૫ બર્પી કરી હતી. નવાઈની વાત એ છે કે આ દરેક બર્પી તેણે કોઈ પણ ભૂલ વિના કરવાની હતી એટલે કે ઝડપથી ટાર્ગેટ પૂરો કરવામાં હાથ વળી જાય તો એ બર્પીની ગણતરી થતી નથી. લિએને રેકૉર્ડ બનાવતાં પહેલાં ચાર-પાંચ મહિના સખત ટ્રેઇનિંગ લીધી હતી.
આ મહિલાએ કહ્યું કે ‘એ એક કલાક મારા માટે ફિઝિકલી અને મેન્ટલી બહુ મુશ્કેલ હતો. છેલ્લી ત્રણ મિનિટમાં મને એવું થયું કે હું નવો રેકૉર્ડ બનાવી શકીશ.’ ફિટનેસ-રેકૉર્ડ બનાવનારી લિએનની ઉંમર ૩૭ વર્ષ છે અને તે બે બાળકોની મમ્મી છે. આ વર્લ્ડ રેકૉર્ડ લિએને ૨૦૨૦માં બનાવ્યો હતો અને ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયાની એક મહિલાએ પણ એક કલાકમાં ૯૨૬ બર્પીનો રેકૉર્ડ નોંધાવ્યો હતો એટલે કે હજી પણ આ મામલે લિએન નંબર વન છે.