પરિણામે ઘણા લોકોએ તેની ટીકા કરી અને માયામીના નિયમ મુજબ પ્રાણીને કોઈ પણ પ્રકારનો કૃત્રિમ રંગ લગાવવા બદલ ૨૦૦ ડૉલર (૧૭,૦૦૦ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Offbeat
ડૉગને પિકાચુ બનાવી દીધો
અમેરિકાના માયામીમાં રહેતા એક ડૉગ-લવરે પોતાના ડૉગીને પોકેમોનના કૅરૅક્ટર પિકાચુ જેવો દેખાય એ માટે પીળા અને લાલ રંગથી રંગી નાખ્યો હતો અને એને લઈને તે બાસ્કેટબૉલની મૅચ જોવા ગયો. હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એરિક ટોરેસ ‘ઝાઝા’ નામના ડૉગને લઈને મૅચ જોવા ગયો ત્યારે એક કૉમેન્ટેટરે કહ્યું કે એને રંગવામાં આવ્યો છે. પરિણામે ઘણા લોકોએ તેની ટીકા કરી અને માયામીના નિયમ મુજબ પ્રાણીને કોઈ પણ પ્રકારનો કૃત્રિમ રંગ લગાવવા બદલ ૨૦૦ ડૉલર (૧૭,૦૦૦ રૂપિયા)નો દંડ ફટકારવામાં આવ્યો હતો. માલિકે ખુલાસો કર્યો હતો કે આ રંગ એણે જાતે નહોતો લગાવ્યો, પરંતુ એને મેકઓવર માટે કૅલિફૉર્નિયા મોકલ્યો હતો અને ઘોડા તથા કૂતરા માટે સલામત ગણાતા રંગનો ઉપયોગ કર્યો હતો, જેને લીધે પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. ટોરેસ ફ્લૉરિડાના ડોરલમાં એક પાળતુ કૂતરાનો સ્ટોર ૨૦૨૧ના માર્ચ મહિનાથી ચલાવે છે. જોકે અત્યાર સુધી તેની સામે ૧૬ જેટલી ફરિયાદો આવી છે, જેમાં તે કેટલાક બીમાર ડૉગ વેચતો હોવાનો આરોપ મૂક્યો છે. જોકે ટોરેસ આ વાતને નકારી કાઢે છે અને ડૉગને હેલ્ધી રાખવા માટેના તમામ પ્રયત્ન કરે છે. માયામીના કાયદા મુજબ ડૉગને કોઈ પણ પ્રકારનો કૃત્રિમ કલર લગાવી શકાય નહીં. ટોરેસે કહ્યું કે મારી સામે કાર્યવાહી કરતાં પહેલાં આ ડાઇની ગુણવત્તા કેવી છે કે એની કોઈ ખરાબ અસર છે કે નહીં એની ચકાસણી થવી જોઈએ.