આપણા દેશ ભારતનું પણ એવું જ છે. ભલે ગમેતેવી ઘટનાઓ, દુર્ઘટનાઓ, અકસ્માતો થાય પણ ભારત જેવો સુરક્ષિત દેશ કોઈ નથી. ભારતીય તરીકે આપણને આવી લાગણી થાય એ સ્વાભાવિક છે
અજબગજબ
જૅકલિન મોરાલેસ ક્રુઝ
ગુજરાતના ભરૂચ માટે કહેવત છે, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ. આપણા દેશ ભારતનું પણ એવું જ છે. ભલે ગમેતેવી ઘટનાઓ, દુર્ઘટનાઓ, અકસ્માતો થાય પણ ભારત જેવો સુરક્ષિત દેશ કોઈ નથી. ભારતીય તરીકે આપણને આવી લાગણી થાય એ સ્વાભાવિક છે, પરંતુ એક મેક્સિકન મહિલા પણ આવું જ માને છે. મેક્સિકોની જૅકલિન મોરાલેસ ક્રુઝ નાગપુરમાં રહે છે. સોશ્યલ મીડિયામાં તેના ખાસ્સા ફૉલોઅર્સ છે. જૅકલિન નિયમિત રીતે ફૉલોઅર્સ સાથે પોતાના વિશે કાંઈક ને કાંઈક વાતો કરતી હોય છે. એક સેમિનારમાં તેણે આપેલા વક્તવ્યનો વિડિયો હમણાં જ તેણે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. એમાં તે કહે છે કે ‘ભારતને મારું ઘર કહું છું એ વાતનો મને આનંદ છે. ભારતમાં સુરક્ષા માટે ઘણી વાર વિદેશીઓમાં ખોટી ધારણા બંધાયેલી હોય છે. મને આ દેશ રહેવા માટે ઘણો સુરક્ષિત લાગે છે. કોઈ પણ જાતની મુશ્કેલી વિના હું પોતાની ઇચ્છા પ્રમાણેનાં કપડાં પહેરી શકું છું.’