આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં દરરોજ કોઈ ને કોઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. રોજ નવી ક્રાન્તિ સર્જાય છે. ચીનમાં AI એ બનાવેલા વર્ચ્યુઅલ ઇન્ફ્લુઅન્સર પણ સેલિબ્રિટી બની ગયા છે. આવા ઇન્ફ્લુઅન્સરના ફૉલોઅર લાખોની સંખ્યામાં છે અને એમાં કેટલાક તો અબજોપતિ છે
અજબગજબ
ચીનમાં AI એ બનાવેલા વર્ચ્યુઅલ ઇન્ફ્લુઅન્સર પણ સેલિબ્રિટી બની ગયા છે
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)માં દરરોજ કોઈ ને કોઈ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. રોજ નવી ક્રાન્તિ સર્જાય છે. ચીનમાં AI એ બનાવેલા વર્ચ્યુઅલ ઇન્ફ્લુઅન્સર પણ સેલિબ્રિટી બની ગયા છે. આવા ઇન્ફ્લુઅન્સરના ફૉલોઅર લાખોની સંખ્યામાં છે અને એમાં કેટલાક તો અબજોપતિ છે. એમિલી પેલેગ્રિની વિશ્વની સૌથી પ્રસિદ્ધ વર્ચ્યુઅલ ઇન્ફ્લુઅન્સરમાંની એક છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૨,૫૪,૦૦૦ ફૉલોઅર છે. તે લૉસ ઍન્જેલસમાં રહેતી ૨૩ વર્ષની યુવતી હોવાનો દાવો કરે છે, પણ એ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું સર્જન છે. એમિલી ઑનલાઇન થઈ એના ગણતરીના કલાકોમાં કેટલાય લોકોએ તેને ડેટ પર આવવાનું આમંત્રણ આપી દીધું હતું. ફુટબૉલ પ્લેયર, ટેનિસ ખેલાડી અને અબજોપતિ લોકો તેના ફૉલોઅર છે. એ પછી આવે છે લિયુ યેક્સી. પોતાને બ્યુટી બ્લૉગર અને ‘મૉન્સ્ટરર હન્ટર’ ગણાવતી લિયુ ૨૦૨૧માં ઇન્ટરનેટ પર સૌથી અભૂતપૂર્વ વર્ચ્યુઅલ ઇન્ફ્લુઅન્સરમાંની એક ગણાય છે. ચીનની સોશ્યલ સાઇટ ડોયિન પર તેના ૭.૭ મિલ્યનથી વધારે ફૉલોઅર છે. એક યુવાનને મેકઅપ કરતી હોય એવો પહેલો વિડિયો અપલોડ કર્યો અને રાતોરાત ૧ મિલ્યન ફૉલોઅર્સ થઈ ગયા હતા. તેના વિડિયોમાં ટૉપ-એન્ડ સિનેમૅટોગ્રાફીનો પણ ઉપયોગ કરાય છે. પૂર્વ ચીનના શેડોંગ રાજ્યની ચૉકલેટ, લિટલ લેમનના ૧૦ લાખથી વધુ અનુયાયી છે. ડોયિન પર તેને અત્યંત સુંદર મહિલા તરીકે રજૂ કરવામાં આવી હતી અને તે મધ્યમ વયના પુરુષોને આકર્ષતા વિડિયો બનાવે છે. લિયુ યાનના ૪૬,૦૦૦ ફૉલોઅર છે. લિયુ દક્ષિણ ચીનના ગ્વાંગડોન્ગ રાજ્યની અત્યંત લોકપ્રિય AI બ્યુટી ઇન્ફ્લુઅન્સર છે. તેને ૩૬ વર્ષની બાળસહજ મહિલા તરીકે રજૂ કરવામાં
આવી છે. તે સ્વાસ્થ્ય, ચામડીની સંભાળ અને વૃદ્ધત્વ રોકતી વ્યૂહરચનાઓ પર વાત કરે છે.