રામજીલાલ નામનો એનો માલિક પેઢીઓથી પ્રાણીઓને ટ્રેઇન કરવાનું કામ કરે છે. તેના દાદા-પરદાદા પણ શ્વાન અને ગધેડાઓને ફેસ-રીડિંગ શીખવતા હતા.
અજબ ગજબ
પન્નાલાલ નામનો ગધેડો
પાળતુ પ્રાણીઓની વાત કરીએ તો શ્વાનને સૌથી ઇન્ટેલિજન્ટ માનવામાં આવે છે, પણ મેરઠના નૌચંડી મેળાના સરકસમાં કામ કરતો પન્નાલાલ નામનો ગધેડો તમે માની ન શકો એટલો ઇન્ટેલિજન્ટ છે. તેને જોઈને લોકોને નવાઈ લાગે છે. પન્નાલાલ ગધેડાનો એક ખાસ શો મેળામાં થાય છે જેમાં એનો માલિક અને કાર્યક્રમનો સંચાલક તેને કેટલાક સવાલ કરે છે અને પન્નાલાલ એનો જવાબ આપે છે. દર્શકોમાંથી કોણ વકીલ છે? એવું પૂછતાં પન્નાલાલ કોઈ ચોક્કસ વ્યક્તિ પાસે જઈને ઊભો રહી જાય છે જે ખરેખર વકીલ હોય છે. જ્યારે કોઈ સવાલ પૂછવામાં આવે અને દર્શકોમાંથી કોઈ એને સંબંધિત ન જોવા મળે તો ભાઈસાહેબ પોતાની જગ્યાએ ઊભાં-ઊભાં જ માથું ધુણાવીને ના પાડી દે છે. વાત એમ છે કે રામજીલાલ નામનો એનો માલિક પેઢીઓથી પ્રાણીઓને ટ્રેઇન કરવાનું કામ કરે છે. તેના દાદા-પરદાદા પણ શ્વાન અને ગધેડાઓને ફેસ-રીડિંગ શીખવતા હતા. તેના તાઉજી દ્વારા ટ્રેઇન થયેલા શ્વાન ‘મેરા નામ જોકર’, ‘ચૌકીદાર’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. શ્વાન તો સમજદાર જ હોય એવું જનરલ માન્યતા ફેલાતાં રામજીલાલે ડૉગીઝ પાસે ફેસ રીડિંગ કરવા માટે ટ્રેઇન કરવાનું શરૂ કર્યું છે.