પર્વતારોહણનો શોખ સાહસિક હોય તેમને જ હોય. સાહસિક હોય તો પણ સુરક્ષાની વ્યવસ્થા તો કરવી જ પડે છે, પરંતુ ચીનની ૪૩ વર્ષની મહિલા લુઓ ડેંગપિનને કોઈ સેફ્ટી ગિયરની જરૂર નથી પડતી
અજબગજબ
ચીનની ૪૩ વર્ષની મહિલા લુઓ ડેંગપિન
પર્વતારોહણનો શોખ સાહસિક હોય તેમને જ હોય. સાહસિક હોય તો પણ સુરક્ષાની વ્યવસ્થા તો કરવી જ પડે છે, પરંતુ ચીનની ૪૩ વર્ષની મહિલા લુઓ ડેંગપિનને કોઈ સેફ્ટી ગિયરની જરૂર નથી પડતી. આ બહેન ૧૦૦ મીટર ઊંચી શિલાઓ એમનેમ, હાથ-પગના ટેકાથી જ ચડી જાય છે. એટલે લુઓ ડેંગપિન ચીનની ‘સ્પાઇડર વુમન’ તરીકે ઓળખાય છે. ૧૦૦ મીટર ઊંચી શિલાઓ એટલે ૩૦ માળની ઇમારત જેટલી લંબાઈ કહેવાય. ખુલ્લા હાથે પર્વત ચડવાની પ્રાચીન પરંપરા છે જેને મિયાઓ પરંપરા કહે છે. આ બહેન એનાં એકમાત્ર અભ્યાસુ મહિલા છે. દક્ષિણ-પશ્ચિમ ચીનનાં લુઓ કોઈ પણ દોરડા કે હાર્નેસ વિના અસ્સલ સ્પાઇડરમૅનની જેમ ચડી જાય છે. લુઓ ૧૫ વર્ષનાં હતાં ત્યારે તેમના પપ્પાએ એને માટે માર્ગદર્શન આપ્યું હતું અને રૉક ક્લાઇમ્બિંગ શરૂ કર્યું હતું. શરૂઆતમાં તો લઓ પર્વત ચડીને ઔષધિ-જટીબુટ્ટીઓ ને એવુંબધું લઈ આવતાં, પછી ધીરે-ધીરે તેમની આ ખૂબીએ તેમને નવી ઓળખ અપાવી.