આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હૉકિંગના ઇન્ટેલિજન્ટ ક્વૉશન્ટ (IQ) ૧૬૦ આસપાસ હોવાનું કહેવાય છે. આ બન્ને હસ્તીઓની ઓળખ આપવાની જરૂર નથી, પણ ૧૦ વર્ષના ક્રિશ અરોરાની ઓળખ આપવી પડે એમ છે.
અજબગજબ
ક્રિશ અરોરા
આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હૉકિંગના ઇન્ટેલિજન્ટ ક્વૉશન્ટ (IQ) ૧૬૦ આસપાસ હોવાનું કહેવાય છે. આ બન્ને હસ્તીઓની ઓળખ આપવાની જરૂર નથી, પણ ૧૦ વર્ષના ક્રિશ અરોરાની ઓળખ આપવી પડે એમ છે. કારણ કે આ ટાબરિયાનો IQ આ બન્ને ખેરખાં કરતાં પણ વધુ એટલે કે ૧૬૨ છે. લંડનમાં રહેતા ભારતીય-બ્રિટિશ ક્રિશની નાની ઉંમરમાં જ અસાધારણ ક્ષમતાઓ દેખાવા માંડી હતી. તે ૪ વર્ષની ઉંમરથી જ કડકડાટ વાંચી શકતો હતો, આંખના પલકારામાં ગણિતના જટિલ કોયડા ઉકેલી શકતો હતો. એન્જિનિયર માતા-પિતા મૌલી અને નિશ્ચલે ગર્વભેર કહ્યું કે ક્રિશ માત્ર ચેસ અને ગણિતના કોયડા ઉકેલવામાં જ પાવરધો નથી, તે જેમાં ધ્યાન કેન્દ્રિત કરે એમાં સારું પરિણામ આવે છે. માત્ર ૪ મહિના ચેસ રમ્યો હોવા છતાં તેણે પોતાના ગુરુને હરાવ્યા હતા. ચેસ સિવાય ક્રિશ પિયાનો પણ સારું વગાડી જાણે છે. તે સ્કૂલમાં પણ પોતાના ક્લાસમેટને ગણિત સહિતના વિષયો સમજાવવા માંડ્યો છે. આ બધી કુશળતાની સાથે-સાથે ક્રિશ સંગીતકાર પણ છે. પિયાનોમાં તેણે મહારત હાંસલ કરી છે.