૭૨ વર્ષના ફિલિપ જિલેટ નામના કાકાના ઘરનો દરવાજો ખોલો તો તમને ઠેર-ઠેર અજગર, કોબ્રા, મગર, ગરોળીઓ, કરોળિયા અને વીંછી જેવાં નાનાં-મોટાં ડરામણાં પ્રાણીઓ જ જોવા મળે.
અજબગજબ
ફિલિપ જિલેટ
૭૨ વર્ષના ફિલિપ જિલેટ નામના કાકાના ઘરનો દરવાજો ખોલો તો તમને ઠેર-ઠેર અજગર, કોબ્રા, મગર, ગરોળીઓ, કરોળિયા અને વીંછી જેવાં નાનાં-મોટાં ડરામણાં પ્રાણીઓ જ જોવા મળે. જિલેટ જ્યારે ટીવી જોવા બેસે ત્યારે તેમની સાથે સોફાની નીચે સંતાઈને મગરભાઈ પણ ટીવી જોતા હોય છે. જિલેટ લગભગ ૨૦ વર્ષ આફ્રિકામાં રહી ચૂકયા છે અને ત્યાં જંગલી પ્રાણીઓના હન્ટિંગ ગાઇડ તરીકે કામ કર્યું છે. ગામમાં ઘૂસી જતાં જંગલી પ્રાણીઓને પકડીને પાછાં જંગલમાં છોડવાનું કામ તેઓ કરતા હતા. રિટાયર થયા પછી ફ્રાન્સમાં શિફ્ટ થઈ ગયા, પરંતુ એ પછી પણ તેમની પ્રાણીઓને રેસ્ક્યુ કરવાની પ્રવૃત્તિઓ અટકી નથી. તેમના ઘરની આસપાસ મળી આવતાં જંગલી પ્રાણીઓને રેસ્ક્યુ કરીને તેઓ પોતાના ઘરમાં રાખવા માંડ્યા. તેમનો જાયન્ટ બંગલો અત્યારે જંગલી અને ડરામણાં પ્રાણીઓથી ભરાઈ ગયો છે. આ ઘરમાં બહારથી વિઝિટિર્સને આવવાની છૂટ છે, પણ તેમને સ્ટ્રિક્ટ સૂચના અપાય છે – પ્રાણીઓને જોજો, ટચ કરવા નહીં.