ઓરીએ આ કામ ખાસ કરીને આજથી ૩ વર્ષ પૂર્વે કોરોના મહામારી દરમ્યાન શરૂ કર્યું હતું. અગાઉ તે સુપરવાઇઝર તરીકે કામ કરતી હતી. ત્યાર બાદ તેણે પોતે ઘર સાફ કરવાનું શરૂ કર્યું.
What`s Up!
ઓરી
લોકો કરોડપતિ બનવા માટે અભ્યાસ કરે છે અને ત્યાર બાદ ડિગ્રી હાંસલ કરીને સારી નોકરી કરે છે. જોકે આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ છે જેઓ પોતાની આવડતના દમ પર કરોડપતિ બની જાય છે, કારણ કે ન તો તેઓ ભણેલા છે કે ન તો તેમની પાસે સારી નોકરી છે. આજે અમે તમને આવી જ એક મહિલા વિશે જણાવીશું જે કોઈ અનુભવ અને ડિગ્રી વગર કરોડપતિ બની ગઈ છે અને એ પણ માત્ર ઘરની સાફસફાઈ કરીને. ઓરી કાનનેન નામની મહિલા વિવિધ કારણસર પોતાની સંભાળ રાખવામાં અસમર્થ હોય એવા લોકો માટે તેમનાં ગંદાં ઘર સાફ કરે છે અને પૈસા કમાય છે.
સામાન્ય રીતે મોટા ભાગના લોકો ઘરનો કચરો સાફ કરવામાં પરેશાન હોય છે. લોકોને આ કામમાં ઓરી તેમની મદદ કરે છે. તે વિશ્વનાં સૌથી ગંદાં ઘરને પણ સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવી શકે છે. જ્યારે લોકો સારા પોશાક પહેરીને ઑફિસ જાય છે ત્યારે આ મહિલા ગંદકીમાં જવાના એકમાત્ર હેતુ સાથે લોકોના ઘરે ડ્યુટી પર જાય છે.
ADVERTISEMENT
ઓરીએ આ કામ ખાસ કરીને આજથી ૩ વર્ષ પૂર્વે કોરોના મહામારી દરમ્યાન શરૂ કર્યું હતું. અગાઉ તે સુપરવાઇઝર તરીકે કામ કરતી હતી. ત્યાર બાદ તેણે પોતે ઘર સાફ કરવાનું શરૂ કર્યું. ઓરી કહે છે કે સફાઈકામ કરતી વખતે હું સૌથી વધુ ખુશ હોઉં છું. તે હંમેશાં ગંદા ઘરની શોધ કરે છે જેથી તે એને સાફ કરી શકે. તે સોશ્યલ મીડિયા પર તેના સફાઈના વિડિયો પોસ્ટ કરે છે અને તેના ૧ કરોડથી વધુ ફૉલોઅર્સ પણ છે.
ઓરી કિશોરાવસ્થામાં ડિપ્રેશનનો શિકાર બની હતી. ઓરીના જણાવ્યા મુજબ લોકોને મદદ કરવામાં તેને ઘણું સારું લાગે છે. સફાઈ માટેનો તેનો જુસ્સો તેને યુકે, યુએસએ અને સ્વિટ્ઝરલૅન્ડ જેવા દેશોમાં લઈ ગયો છે, જ્યાં તે લોકોને તેમનાં ઘર સાફ કરવામાં મદદ કરે છે.