Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > શૉપિંગ સાઇટ મીશો હવે કર્મચારીઓને ૯ દિવસનો ‘રીસેટ ઍન્ડ રીચાર્જ’ બ્રેક આપશે

શૉપિંગ સાઇટ મીશો હવે કર્મચારીઓને ૯ દિવસનો ‘રીસેટ ઍન્ડ રીચાર્જ’ બ્રેક આપશે

Published : 12 October, 2024 01:29 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંપનીએ કહ્યું છે ૨૬ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધીના ૯ દિવસ મીશોના તમામ કર્મચારીઓ માટે રજા હશે

‘રીસેટ ઍન્ડ રીચાર્જ’ બ્રેક

અજબગજબ

‘રીસેટ ઍન્ડ રીચાર્જ’ બ્રેક


હમણાં-હમણાંથી કામના વધુ પડતા ભારની બહુ ચર્ચા ચાલી છે. એ સ્થિતિમાં શૉપિંગ સાઇટ મીશોએ કર્મચારીઓને ૯ દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. સત્તાવાર લિન્કડઇન અકાઉન્ટમાં કંપનીએ કહ્યું છે ૨૬ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધીના ૯ દિવસ મીશોના તમામ કર્મચારીઓ માટે રજા હશે. આ દિવસોમાં કોઈ કર્મચારીએ ‘નો લૅપટૉપ, મીટિંગ, ઈ-મેઇલ, મેસેજ પૉલિસી’નું પાલન કરવાનું છે. કંપનીએ આ રજાઓને ‘રીસેટ ઍન્ડ રીચાર્જ’ બ્રેક ગણાવ્યો છે. આ પોસ્ટને કારણે લોકોમાં એક પ્રકારની સકારાત્મકતા જોવા મળી છે. દિવાળીના તહેવારોમાં ઑનલાઇન શૉપિંગનું પ્રમાણ ઘણું વધી જાય છે ત્યારે વ્યાવસાયિકો, દુકાનદારો, ડિલિવરી-બૉય સહિતના લોકોને રાતદિવસ જોયા વિના કામ કરવું પડે છે. કેટલાક તો પરિવાર સાથે તહેવાર પણ માણી શકતા નથી. આવી પરિસ્થિતિમાં શૉપિંગ સાઇટે ૯ દિવસની રજાનો નિર્ણય લીધો છે એને કર્મચારીઓએ ‘ગ્રીન ફ્લૅગ’ કહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2024 01:29 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK