જ્યારે બે વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે એકબીજા પર લાખો રૂપિયા અને જીવ ન્યોચ્છાવર કરવા તૈયાર થઈ જાય છે, પણ જ્યારે તેમની વચ્ચે બ્રેકઅપ થાય એ પછીથી મામલો કૉમ્પ્લિકેટેડ થઈ જાય છે.
અજબગજબ
મોંઘીદાટ રિંગ પાછી મેળવવા માટે દાવો કર્યો
જ્યારે બે વ્યક્તિ પ્રેમમાં પડે છે ત્યારે એકબીજા પર લાખો રૂપિયા અને જીવ ન્યોચ્છાવર કરવા તૈયાર થઈ જાય છે, પણ જ્યારે તેમની વચ્ચે બ્રેકઅપ થાય એ પછીથી મામલો કૉમ્પ્લિકેટેડ થઈ જાય છે. જ્યારે કોઈ સંબંધ લગ્ન પહેલાં જ તૂટી જાય તો એવા સંજોગોમાં કોર્ટશિપ પિરિયડ દરમ્યાન થયેલી લેવડદેવડના મામલે શું થઈ શકે? ન્યુ ઇંગ્લૅન્ડ સ્ટેટની એક કોર્ટમાં આ બાબતે એક મામલો છેલ્લાં ૬૫ વર્ષથી ચાલી રહ્યો હતો. બ્રુસ જૉન્સન નામના ભાઈએ તેમની એક સમયની રોમૅન્ટિક પાર્ટનર કૅરોલિન સેટિનો સાથે બ્રેકઅપ થયા પછી તેને આપેલી મોંઘીદાટ રિંગ પાછી મેળવવા માટે દાવો કર્યો હતો. બ્રુસના વકીલે દલીલ કરી હતી કે લગ્ન નક્કી થયાં ત્યારે એન્ગેજમેન્ટ વખતે આપેલી આ મોંઘી ગિફ્ટ જો લગ્ન ફોક થાય તો પાછી આપવી જ જોઈએ. જ્યારે કૅરોલિનના વકીલનું કહેવું હતું કે એન્ગેજમેન્ટ વખતે આપેલી ભેટ કોઈ કન્ડિશનલ ગિફ્ટ નથી હોતી. જોકે આ મામલે ૬૫ વર્ષ ખટલો ચાલ્યો અને તાજેતરમાં સ્થાનિક કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સંબંધ નક્કી કરવા માટે અપાયેલી ભેટ જો સંબંધ તૂટે તો પાછી આપી દેવી જોઈએ.