સામાન્ય રીતે ક્લીન શેવ્ડ જોવા મળતા ઝકરબર્ગ નવા લુકમાં દાઢી-મૂછવાળા છે
લાઇફ મસાલા
માર્ક ઝકરબર્ગ
મેટાના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) માર્ક ઝકરબર્ગ હાલ સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એનું કારણ ઇલૉન મસ્ક સાથેની ફાઇટ કે કોઈ ટેક ઇનોવેશન નથી, પણ તેમનો બદલાયેલો લુક છે. સામાન્ય રીતે ક્લીન શેવ્ડ જોવા મળતા ઝકરબર્ગ નવા લુકમાં દાઢી-મૂછવાળા છે અને તેમનો એ ફોટો વાઇરલ થઈ રહ્યો છે. જોકે આ એક મૉર્ફ્ડ ફોટો છે જેને ઘણા લોકોએ અસલી માની લીધો છે. ઝકરબર્ગે ૧૮ એપ્રિલે મેટાની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નૉલૉજી વિશે ચર્ચા કરતો વિડિયો મૂક્યો હતો અને એ વિડિયોમાંથી કોઈકે ઝકરબર્ગની ઇમેજ એડિટ કરીને હલકી સ્માઇલ અને દાઢી મૂકી દીધી હતી. ઝકરબર્ગે આ વિશેની એક પોસ્ટ પર કમેન્ટ પણ કરી હતી કે ‘ઓકે, આ કોણે કર્યું છે?’ તો ઝકરબર્ગની પત્ની પ્રિસિલાએ પણ ડીપફેક ફોટો સ્ટોરીમાં પોસ્ટ કરીને રમૂજમાં પૂછ્યું હતું, ‘કોઈએ મારા હસબન્ડને જોયો છે?’