સોશ્યલ મીડિયા પર એક કાગડો કડકડાટ મરાઠીમાં વાતો કરતો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. આ કાગડો પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ગરગાંવનો છે. આ કાગડો મુકને પરિવારનો સદસ્ય જેવો છે અને તે મરાઠીમાં બોલે છે.
મરાઠીમાં વાતો કરતો કાગડો
પોપટને જે બોલતાં શીખવો એ પટ-પટ કૉપી કરતાં શીખી જાય એમાં કંઈ નવાઈ નથી, પણ સોશ્યલ મીડિયા પર એક કાગડો કડકડાટ મરાઠીમાં વાતો કરતો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. આ કાગડો પાલઘર જિલ્લાના વાડા તાલુકાના ગરગાંવનો છે. આ કાગડો મુકને પરિવારનો સદસ્ય જેવો છે અને તે મરાઠીમાં બોલે છે. હવે સવાલ એ થાય કે કોઈ કાગડો પોપટની જેમ બોલતાં કેવી રીતે શીખી શકે? તો વાત એમ છે કે ગરગાંવમાં રહેતી બારમા ધોરણમાં ભણતી તનુજા મુકને નામની સ્ટુડન્ટને આ કાગડો ત્રણ વર્ષ પહેલાં એક ઝાડની નીચે પડેલો મળ્યો હતો. એ સમયે કાગડો જસ્ટ પંદર-વીસ દિવસનો હશે. તનુજા એ કાગડાને પોતાના ઘરે લઈ આવી અને પાળી લીધો. ત્યારથી આ કાગડો પરિવારના સભ્યની જેમ ત્યાં જ રહે છે. આખો પરિવાર એ કાગડાનું ધ્યાન રાખે છે. પરિવારમાં લોકોને વાત કરતા જોઈને કાગડાભાઈ પણ બોલતા શીખી ગયા છે. આમ તો તનુજાની ઘરે બીજાં પણ ઘણાં પશુપંખીઓ છે, પરંતુ આ કાગડાભાઈ મરાઠી બોલતા હોવાથી બધાથી જુદા તરી આવે છે. તે ક્યારેક બોલે છે, ‘કાકા, બાબા આહેત કા?’

