મૅન્ગલોરના ૧૨ વર્ષના પ્રસન્ના કુમાર નામના કિશોરે ભગવદ્ગીતાના ૭૦૦ શ્લોકોને વિવિધ ચિત્રો દ્વારા કૅન્વસ પર ઉતારીને ચિત્રસ્વરૂપ ભગવદ્ગીતા બનાવી છે. આ કામ થકી તેણે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ નોંધાવ્યો છે
અજબગજબ
આ છે એ કિશોર
મૅન્ગલોરના ૧૨ વર્ષના પ્રસન્ના કુમાર નામના કિશોરે ભગવદ્ગીતાના ૭૦૦ શ્લોકોને વિવિધ ચિત્રો દ્વારા કૅન્વસ પર ઉતારીને ચિત્રસ્વરૂપ ભગવદ્ગીતા બનાવી છે. આ કામ થકી તેણે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ નોંધાવ્યો છે. પ્રસન્ના કુમાર સ્વરૂપા અધ્યયન કેન્દ્રનો વિદ્યાર્થી છે. તે આ સેન્ટરમાંથી જ ભગવદ્ગીતાના શ્લોકનો અર્થ સમજ્યો હતો અને એ પછી તેને એ અર્થને વિવિધ ચિત્ર અને ઇલસ્ટ્રેશનના સ્વરૂપમાં નિરૂપણ કરવાનો વિચાર આવ્યો. તેણે એ વિચાર એક વર્ષ પહેલાં જ અમલમાં પણ મૂકી દીધો. ત્યારથી દિવસ-રાત એક કરીને તેણે ૭૦૦ શ્લોકના દરેક શબ્દને સમજાવતું ઇલસ્ટ્રેશન દોરવાનું શરૂ કર્યું. લગભગ અઢીથી ત્રણ મહિનામાં કુલ ૮૪,૪૨૬ ચિત્રો તેણે દોરી નાખ્યાં.