કિન્નીગોલીના દમસ કટ્ટે દુજલાગુડીમાં રહેતા જયરામા જોગીની ગાયે એક વાછરડીને જન્મ આપ્યો છે. તેનું શરીર એક જ છે, પણ માથાં બે છે. બન્ને માથાં જોડાયેલાં છે અને ચાર આંખો છે.
અજબગજબ
મૅન્ગલોરમાં એક ગાયની વાછરડી
કુદરતની કરામત કહો કે જનીનની, પણ મૅન્ગલોરમાં એક ગાયની વાછરડીએ કુતૂહલ સરજ્યું છે. કિન્નીગોલીના દમસ કટ્ટે દુજલાગુડીમાં રહેતા જયરામા જોગીની ગાયે એક વાછરડીને જન્મ આપ્યો છે. તેનું શરીર એક જ છે, પણ માથાં બે છે. બન્ને માથાં જોડાયેલાં છે અને ચાર આંખો છે, પરંતુ એમાંથી વચ્ચેની બે આંખો કામ નથી કરતી. આ વાછરડી ઊભી થવાનો પ્રયાસ કરે છે પરંતુ તેના માથાનું વજન વધુ હોવાને કારણે એ સંતુલન રાખી શકતી નથી. માથાની વિચિત્રતાને કારણે એ આંચળમાંથી સીધું દૂધ પણ પી શકતી નથી એટલે એને નાના બાળકને આપીએ એમ બૉટલમાં દૂધ પીવડાવવું પડે છે. પશુચિકિત્સકોએ તો અત્યારે વાછરડી સ્વસ્થ છે એમ કહ્યું છે પરંતુ ભવિષ્યમાં સ્થિતિ બદલાઈ શકે છે.