આંધ્ર પ્રદેશનો ૩૫ વર્ષનો અંજનેય પ્રસાદ નામનો યુવક કામ કરવા કુવૈત ગયો હતો. તે પોતાના એક રિલેટિવની હત્યા કરવા માટે ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં ઇન્ડિયા આવ્યો હતો
અજબગજબ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આંધ્ર પ્રદેશનો ૩૫ વર્ષનો અંજનેય પ્રસાદ નામનો યુવક કામ કરવા કુવૈત ગયો હતો. તે પોતાના એક રિલેટિવની હત્યા કરવા માટે ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં ઇન્ડિયા આવ્યો હતો. તેણે શારીરિક રીતે અક્ષમ એવા પી. અંજનેયુલુ નામના સંબંધીને રાતે ઊંઘમાં જ લોખંડનો સળિયો માથામાં ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધો. એ રાતે કામ પતાવીને તે પાછો કુવૈત જતો રહ્યો. જોકે ત્યાં જઈને તેણે વિડિયોમાં પોતે આ હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. તેણે વિડિયોમાં કહ્યું કે મારી દીકરીની જાતીય સતામણી થઈ હતી ત્યારે એની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી. જોકે પોલીસે એ વખતે કોઈ પગલાં લીધાં નહીં એટલે મારે આ કૃત્ય કરવું પડ્યું હતું. અંજનેય અને તેની પત્ની કુવૈતમાં કામ કરે છે અને તેમની ૧૨ વર્ષની દીકરી તેના ગ્રૅન્ડ પેરન્ટ્સ સાથે રહે છે.