અમેરિકાના ઇડાહોમાં રહેતા ૨૭ વર્ષના આઇઝેક ફ્રેન્ચના ઘર પાસે એક ખેડૂત રહેતો હતો. તેના ખેતરમાં ૧૦૦ વર્ષ જૂની એક ટ્રેનનો ડબ્બો પડ્યો હતો.
અજબગજબ
૧૦૦ વર્ષ જૂના ટ્રેનના ડબ્બાને હોટેલ બનાવી
અમેરિકાના ઇડાહોમાં રહેતા ૨૭ વર્ષના આઇઝેક ફ્રેન્ચના ઘર પાસે એક ખેડૂત રહેતો હતો. તેના ખેતરમાં ૧૦૦ વર્ષ જૂની એક ટ્રેનનો ડબ્બો પડ્યો હતો. ખેતરમાં એમ જ ભંગાર જેવી સ્થિતિમાં પડેલો એ ડબ્બો આઇઝેકે ખેડૂત પાસેથી અઢી લાખ રૂપિયામાં ખરીદી લીધો. આ ટ્રેનમાં વાપરેલું લાકડું સડી ગયું હતું અને એની અંદર બિલાડીએ ઘર બનાવી દીધું હતું એટલે અંદર કચરાનો ઢગ થઈ ગયેલો. જોકે આઇઝેકને આ ટ્રેનના ૬૧ ફુટ લાંબા ડબ્બાને ત્યાંથી હટાવીને પોતાના મનગમતા સ્થળ સુધી લાવવામાં બે વર્ષ લાગી ગયાં હતાં.
ADVERTISEMENT
જોકે એ પછી આઇઝેક અને તેના પપ્પાએ ૬ મહિનાની સખત મહેનતથી ડબ્બાના ઢાંચામાંથી ચકાચક હોટેલ બનાવી દીધી. એના રિનોવેશન માટે તેમણે લગભગ ૧.૨ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા. તેમણે હોટેલનું ઇન્ટીરિયર એવું જ રાખ્યું હતું જેવું જૂના રેલવેના ડબ્બાનું હતું. એ પછી એમાં પૅસેન્જર-રૂમ, લિવિંગરૂમ અને બાથરૂમ પણ બનાવ્યું. હવે Airbnb પર આ ૧૦૦ વર્ષ જૂના રેલવેના ડબ્બાવાળી હોટેલમાં એક રાત રોકાવાનું ભાડું લગભગ ૨૭થી ૨૯ હજાર રૂપિયા જેટલું છે.