તેલંગણમાં એક વ્યક્તિ ગાડી ચલાવતાં શીખી રહ્યો હતો. એ દરમ્યાન સ્ટિયરિંગ પરથી તેનો કન્ટ્રોલ છૂટી જતાં તેની કાર બાથકમ્મા કુંટા નામના તળાવમાં પડી ગયો હતો.
અજબગજબ
સ્ટિયરિંગ પરથી કન્ટ્રોલ છૂટી જતાં તેની કાર બાથકમ્મા કુંટા નામના તળાવમાં પડી ગયો
તેલંગણમાં એક વ્યક્તિ ગાડી ચલાવતાં શીખી રહ્યો હતો. એ દરમ્યાન સ્ટિયરિંગ પરથી તેનો કન્ટ્રોલ છૂટી જતાં તેની કાર બાથકમ્મા કુંટા નામના તળાવમાં પડી ગયો હતો. ગાડી એટલી સ્પીડમાં હતી કે તે રસ્તાની બાજુમાં વહી રહેલા તળાવમાં ખાસ્સે અંદર સુધી પહોંચી ગઈ હતી. એ દૃશ્ય જોઈને આજુબાજુના લોકોમાં હડકંપ મચી ગયો હતો. સ્થાનિક લોકો તરત જ ડૂબી રહેલી કારમાં ફસાયેલાને બચાવવા દોડી આવ્યા હતા, પણ સમય રહેતાં યુવક પૅસેન્જર સાઇડની કારની બારી તોડીને કારમાંથી બહાર પાણીમાં કૂદી પડ્યો અને લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢવામાં સમયસૂચકતા વાપરતાં સહુ સારાં વાનાં થયાં હતાં.