ચોથી માર્ચે ફિલિપીન્સના પાલાવાન ટાપુ પર જહાજ ઊભું રહ્યું ત્યારે ફરીથી ક્રિસ્ટોફરને અસ્વસ્થતા જેવું લાગતાં તેમને તપાસ માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા
ક્રિસ્ટોફર કેપેલ
પેન્શનર ક્રિસ્ટોફર કેપેલ ૧૭,૦૦૦ પાઉન્ડ (લગભગ ૧૭.૩૪ લાખ રૂપિયા) ખર્ચીને વર્ષની શરૂઆતમાં જ વિશ્વપ્રવાસે નીકળી પડ્યા હતા, પરંતુ પ્રવાસની વચ્ચે તેમણે જહાજ પરના ડૉક્ટરને ઊબકા અને માથાના હળવા દુખાવાની ફરિયાદ કરી હતી. ચોથી માર્ચે ફિલિપીન્સના પાલાવાન ટાપુ પર જહાજ ઊભું રહ્યું ત્યારે ફરીથી ક્રિસ્ટોફરને અસ્વસ્થતા જેવું લાગતાં તેમને તપાસ માટે હૉસ્પિટલ મોકલવામાં આવ્યા, જ્યાં તેમને સામાન્ય હીટસ્ટ્રોક આવ્યો હોવાનું જણાવાયું હતું. હૉસ્પિટલમાંથી બંદર પર આવ્યા બાદ તેમને જાણવા મળ્યું કે ક્રૂઝ તેમને છોડીને આગળ ચાલ્યું ગયું છે.
ક્રિસ્ટોફરે કહ્યું કે પીઍન્ડઓ કંપની તેમના ગ્રાહકની સંભાળ લેવામાં ઊણી ઊતરી છે. તેમણે અન્ય પ્રવાસીઓને પણ ૭૦ કરતાં વધુ વય હોય તો ક્રૂઝ પર એકલા ન જવાનું જણાવી કહ્યું હતું કે ત્યાં તમારી સાઇડ લઈને બોલનારું કોઈ નથી હોતું.
ADVERTISEMENT
ક્રિસ્ટોફરે કહ્યું કે ‘હૉસ્પિટલમાં પણ હું સતત નર્સને જહાજ પર પાછો જવાની જરૂરિયાત સમજાવી રહ્યો હતો, પરંતુ તેઓ એક પછી એક પરીક્ષણ કરતા ગયા અને મને જરાય જણાતી નહોતી એવી તકલીફો વિશે પૂછપરછ કરતા રહ્યા. કોઈ ગંભીર સમસ્યા ન હોવા છતાં મને ક્રૂઝ પર પાછા ફરવાની પરવાનગી આપવામાં ન આવી.’
ક્રિસ્ટોફરને ઉડાનનો ડર હોવાથી તેમને માટે ક્રૂઝ પર પાછા જવાનું મુશ્કેલ બન્યું અને તેમણે હોડીમાં મુસાફરી કરવી પડી. એ પછી તેમને તબીબોના સંરક્ષણ હેઠળ નાના પ્લેનમાં ઘરે પહોંચાડાયા હતા. ક્રિસ્ટોફરે લાંબા અંતરના પ્રવાસ કરવાનું ટાળવાની સાથે જ પીઍન્ડઓ કંપની સાથે પ્રવાસ પર જવા માટે ચોકડી મૂકી દીધી છે.

