Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હૉસ્પિટલની ફી ભરવા માટે ૩ વર્ષનો દીકરો વેચ્યો

હૉસ્પિટલની ફી ભરવા માટે ૩ વર્ષનો દીકરો વેચ્યો

Published : 11 September, 2024 12:03 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે પછીથી એ બાળકો ખરીદવાનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું. હરીશે બાળક દત્તક લેવાના બનાવટી ફૉર્મ પર સહી કરી અને રૂપિયા લઈને દીકરો સોંપી દીધો હતો

હૉસ્પિટલની ફી ભરવા માટે ૩ વર્ષનો દીકરો વેચ્યો

હૉસ્પિટલની ફી ભરવા માટે ૩ વર્ષનો દીકરો વેચ્યો


આ ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાની છે. બરવા પટ્ટી રહેતા હરીશ પટેલની પત્નીને ડિલિવરી માટે એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બાળકને જન્મ આપ્યા પછી હૉસ્પિટલમાંથી ઘરે જવા માટે ૪૦૦૦ રૂપિયાનું બિલ ચૂકવવાનું હતું, પરંતુ મજૂરીકામ કરતા હરીશ પાસે એટલા પૈસા નહોતા અને હૉસ્પિટલે પણ બિલ ચૂકવ્યા વિના બન્નેને નહીં લઈ જઈ શકાય એવું કહ્યું એટલે હરીશ મૂંઝાયો. એ દરમ્યાન બાળકને દત્તક આપવા માટે હૉસ્પિટલમાંથી જ કોઈકે તેને સલાહ આપી એટલે તે તૈયાર થઈ ગયો. જોકે પછીથી એ બાળકો ખરીદવાનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું. હરીશે બાળક દત્તક લેવાના બનાવટી ફૉર્મ પર સહી કરી અને રૂપિયા લઈને દીકરો સોંપી દીધો હતો. ઘટનાની જાણ થઈ એટલે પોલીસે કાર્યવાહી શરૂ કરી એમાં વચેટિયા અમરેશ યાદવ, દત્તક લેનારું દંપતી ભોલા યાદવ અને તેની પત્ની કલાવતી, નકલી ડૉક્ટર તારા કુશવાહ અને હૉસ્પિટલના કર્મચારી સુગંતીની ધરપકડ કરી હતી. પોલીસે ટોળકીની ચુંગાલમાંથી બાળકને છોડાવીને હરીશ પટેલને સોંપ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2024 12:03 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK