Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સોશ્યલ મીડિયામાં ૧૯૩૧નો બ્રિટિશ ઇન્ડિયન પાસપોર્ટ શૅર થયો

સોશ્યલ મીડિયામાં ૧૯૩૧નો બ્રિટિશ ઇન્ડિયન પાસપોર્ટ શૅર થયો

Published : 10 January, 2023 12:01 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંશુમાને કહ્યું કે મારા દાદા પાસે બ્રિટિશ ઇન્ડિયન પાસપોર્ટ હતો જે તેમને ૧૯૩૧માં લાહોરમાં આપવામાં આવ્યો હતો

સોશ્યલ મીડિયામાં ૧૯૩૧નો બ્રિટિશ ઇન્ડિયન પાસપોર્ટ શૅર થયો

Offbeat News

સોશ્યલ મીડિયામાં ૧૯૩૧નો બ્રિટિશ ઇન્ડિયન પાસપોર્ટ શૅર થયો


તાજેતરમાં અંશુમાન સિંહ નામની એક વ્યક્તિએ ૧૯૩૧ના સમયના પાસપોર્ટનો ફોટો શૅર કર્યો છે. આ પાસપોર્ટ તેના દાદાનો છે, જે ઐતિહાસિક વસ્તુઓ ધરાવવાના શોખીનો માટે એક ખજાનો છે. અંશુમાને કહ્યું કે મારા દાદા પાસે બ્રિટિશ ઇન્ડિયન પાસપોર્ટ હતો જે તેમને ૧૯૩૧માં લાહોરમાં આપવામાં આવ્યો હતો. એ વખતે તેમની ઉંમર ૩૧ વર્ષની હોવી જોઈએ. પાસપોર્ટમાં દાદાનો ફોટો અને સહી છે. આ પાસપોર્ટ ભારત અને કેન્યા કૉલોની માટે ૧૯૩૬ની ૩ જુલાઈ સુધી માન્ય હતો. આ ટ્વીટનો જવાબ આપતાં એક યુઝરે તેના પરદાદા કરતાર સિંહના નામનો પાસપોર્ટ ઇટલી, નેધરલૅન્ડ્સ અને જર્મનીના વિઝા સ્ટૅમ્પ સાથે શૅર કર્યો હતો. અન્ય એક યુઝરે કહ્યું કે તે ગમે ત્યારે લાહોરના નિવાસી હોવાનો દાવો કરી શકે છે. અન્ય એક યુઝરે કહ્યું કે તમારા દાદા હિન્દુ જાટ હોવા જોઈએ, કારણ તેમણે વાળ કાપ્યા હતા અને નામની પાછળ રાય લગાડ્યું હતું. એના જવાબમાં અંશુમાન સિંહે કહ્યું કે તેઓ નાનપણથી જ નાસ્તિક હતા. કિશોરાવસ્થામાં જ ઘરેથી ભાગી ગયા હતા અને પોતાના વાળ કપાવ્યા હતા. તેમનો પરિવાર જાટ સિખ હતો. તેમના પપ્પા અને તેમના બન્ને ભાઈઓએ સિખોની જેમ વાળ વધાર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2023 12:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK