અગાઉ આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ડૅનિયલ સ્કાલીના નામે હતો જે ૯ કલાક ૩૦ મિનિટ અને ૧ સેકન્ડ ઍબ્ડોમિનલ પ્લાન્ક પોઝિશનમાં રહ્યા હતા
Offbeat News
જોસેફ સાલેક
ઍબ્ડોમિનલ પ્લાન્ક કસરતની એક એવી પોઝિશન છે જેમાં વ્યક્તિ હાથના બળે માત્ર પગના પંજાનો ટેકો લઈને શરીરને જમીનથી ઉપર રાખે છે. આ કસરતની એક એવી પોઝિશન છે
જેમાં ભાગ્યે જ કોઈ થોડી મિનિટ પણ ટકી રહી શકે. તો આ પોઝિશનમાં દિવસના કામના કલાકો કરતાં પણ વધુ સમય રહેવાની તો વાત જ કરવી અસ્થાને છે. જોસેફ સાલેક નામના એક વ્યક્તિએ સૌથી વધુ સમય ઍબ્ડોમિનલ પ્લાન્ક પોઝિશનમાં રહીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ ભાઈ કુલ ૯ કલાક ૩૮ મિનિટ અને ૪૭ સેકન્ડ ઍબ્ડોમિનલ પ્લાન્ક પોઝિશનમાં રહ્યા હતા. આ અગાઉ આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયાના ડૅનિયલ સ્કાલીના નામે હતો જે ૯ કલાક ૩૦ મિનિટ અને ૧ સેકન્ડ ઍબ્ડોમિનલ પ્લાન્ક પોઝિશનમાં રહ્યા હતા. જોસ્કા નામે ઓળખાતા થેરપિસ્ટ, લેક્ચરર અને પર્સનલ ડેવલપમેન્ટ કોચ જોસેફ સાલેક ૨૦ મેએ શેઝ રિપબ્લિકના પિલસેનની પાર્ક હોટેલમાં યોજાયેલા અવતાર ફેસ્ટિવલમાં આ પડકાર ઉઠાવ્યો હતો.