મૅન્ચેસ્ટરના ટૅટૂ-આર્ટિસ્ટ ડીન ગુંથરે આ કામ કર્યું હતું, જેમાં તેને માત્ર બે દિવસ લાગ્યા હતા.
Offbeat News
જિમ વગર માત્ર બે દિવસમાં બનાવ્યું સિક્સ-પૅક ટૅટૂ
સિક્સ-પૅક બનાવવી હોય તો મહિનાઓ સુધી જિમમાં જવું પડે, પરંતુ એક ટૅટૂ-આર્ટિસ્ટે એક વ્યક્તિના પેટ પર માત્ર બે દિવસની અંદર જ સિક્સ-પૅક ટૅટૂ બનાવી આપ્યું હતું. મૅન્ચેસ્ટરના ટૅટૂ-આર્ટિસ્ટ ડીન ગુંથરે આ કામ કર્યું હતું, જેમાં તેને માત્ર બે દિવસ લાગ્યા હતા. ડીન ગુંથરે જે ગ્રાહકના પેટ પર સિક્સ-પેક ટૅટૂ બનાવતાં પહેલાં વિવિધ લાઇનો પાડી હતી. આ ભાઈને જિમમાં જવાને બદલે અથવા તો ડાયટને બદલે ઝટપટ સિક્સ-પૅક બનાવવી હતી. વળી તેને બિઅરનો આનંદ પણ માણવો હતો. ટૅટૂ-આર્ટિસ્ટ માટે આ એક પડકાર હતો, પણ તેણે આને ઝીલી લીધો હતો.