સોશ્યલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવ્યું છે કે આ થોડો ઝેરી એવો ગોલ્ડન ટ્રી સ્નેક હોઈ શકે છે.
કાળા અને પીળા રંગનો સાપ આઇસક્રીમમાં
સેન્ટ્રલ થાઇલૅન્ડના મુઆંગ રત્ચબુરી ક્ષેત્રમાં રહેતા રેબન નાકલૅન્ગબૂને ફેસબુક પર આઇસક્રીમની એવી તસવીર શૅર કરી છે જે એકદમ ડરામણી છે. તેણે રસ્તા પર આઇસક્રીમ વેચતા માણસ પાસેથી જે આઇસક્રીમ લીધો હતો એમાં એક ઝેરી સાપ હતો જે આઇસક્રીમની અંદર થીજી ગયેલો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે કે ‘આટલી મોટી આંખો! શું આ હજી સુધી મરેલો છે? બ્લૅક બીન, સ્ટ્રીટ વેન્ડર પાસેથી ખરીદ્યો છે આ આઇસક્રીમ, આ તસવીર સાચી છે, કારણ કે મેં ખુદ આ આઇસક્રીમ ખરીદ્યો છે.’
બ્લૅક બીન આઇસક્રીમ થાઇલૅન્ડના લોકો ખૂબ ખાય છે. તસવીરમાં દેખાય છે કે કાળા અને પીળા રંગનો સાપ આઇસક્રીમમાં નજરે પડે છે. સાપનું માથું સ્પષ્ટ રૂપથી દેખાય છે. સોશ્યલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવ્યું છે કે આ થોડો ઝેરી એવો ગોલ્ડન ટ્રી સ્નેક હોઈ શકે છે.
ADVERTISEMENT
આ પોસ્ટ પર હજારો કમેન્ટ્સ આપી છે અને ઘણા લોકોએ રસ્તા પર મળતી આઇટમો ખરીદીને ખાવાની ના પાડી હતી. ઘણા લોકોએ મજાકમાં લખ્યું હતું કે આઇસક્રીમ સાથે એક્સ્ટ્રા પ્રોટીન મળશે. એક યુઝરે લખ્યું હતું કે પહેલી બાઇટ સારી લાગશે, પણ બીજી બાઇટમાં તમે હૉસ્પિટલના બિછાને જોવા મળશો.

