ઇલિયાસ હેરેરા નામના એક ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર ગયા વર્ષે એક વિડિયો શૅર કર્યો, જે કોઈક કારણસર હાલમાં જબરદસ્ત વાઇરલ થયો. ઇલિયાસે પોતાના પેટ્સ સાથે મૂવી ડેટ પર જવાનું નક્કી કર્યું હતું. પેટ્સમાં કોણ હોય? ડૉગી કે બિલાડી? ના, આ ભાઈનાં પેટ્સ છે બે ગાયો.
સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિડિયોનો સ્ક્રીનગરેબ
ઇલિયાસ હેરેરા નામના એક ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર ગયા વર્ષે એક વિડિયો શૅર કર્યો, જે કોઈક કારણસર હાલમાં જબરદસ્ત વાઇરલ થયો છે. ઇલિયાસે એક સાંજ પોતાના પેટ્સ સાથે મૂવી ડેટ પર જવાનું નક્કી કર્યું હતું. પેટ્સમાં કોણ હોય? ડૉગી કે બિલાડી? પણ ના, આ ભાઈનાં પેટ્સ છે તેમની બે ગાયો. એક વાછરડા જેવી છે અને બીજી મોટી છે. વિડિયો શરૂ થાય છે ઇલિયાસભાઈ ફોલ્ડિંગ સોફા ફોમ લઈને ડ્રૉઇંગરૂમમાં આવતા હોય ત્યાંથી. સોફાને અઢેલીને ફોમ પર પંદર-વીસ સૉફ્ટ ટૉય્ઝનો ખડકલો કરે છે અને પછી મોટા તબકડામાં પૉપકૉર્ન લઈને ભાઈસાહેબ બેસે છે. જેવો ઇલિયાસ બેસે છે એટલે વાછરડું ત્યાં પહોંચી જાય છે અને તબકડામાંથી પૉપકૉર્ન ખાવા માંડે છે. થોડી વારમાં વાછરડાની મા પણ આવી પહોંચે છે અને એ પણ પૉપકૉર્ન ખાવા માંડે છે. આ વિડિયોને ભાઈએ કૅપ્શન આપી છે, ‘અ મૂવી ડેટ વિથ માય કાઉઝ’.

