પત્ની અને મહેમાનો એ જોઈને હક્કાબક્કા રહી ગયાં. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડૉક્ટરે જોતાં જ મૃત ઘોષિત કરી દીધા.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ઉત્તર પ્રદેશના બરેલીમાં ૫૦ વર્ષના વસિમ સરવાટ નામના જૂતાંના વેપારીની લગ્નની પચીસમી ઍનિવર્સરી હતી. વસિમ અને તેની પત્ની ફારાહ બહુ ખુશ હતાં. ઍનિવર્સરીની પાર્ટીમાં બન્ને સ્ટેજ પર ડાન્સ કરી રહ્યાં હતાં ત્યારે અચાનક જ વસિમભાઈ સંતુલન ગુમાવીને આગળ માથાભેર પડ્યા હતા. પત્ની અને મહેમાનો એ જોઈને હક્કાબક્કા રહી ગયાં. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવાયા, પરંતુ ડૉક્ટરે જોતાં જ મૃત ઘોષિત કરી દીધા.

