બન્ને પક્ષે ભેગા થઈને પોતપોતાની સમસ્યા કહી અને હવે શું કરવું એ વિચારતા હતા એમાં ઑનલાઇન લગ્નનો તુક્કો સૂઝ્યો
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
હિમાચલ પ્રદેશના મંડીમાં અજબ પ્રકારના નિકાહ યોજાયા હતા. કન્યાપક્ષના ઘરે જાનૈયા આવ્યા હતા પણ એમાં વરરાજા જ નહોતા, કારણ કે વરરાજાના પોતાના જ નિકાહ માટે રજા નહોતી મળી. એટલે તેણે ઑનલાઇન ‘કુબૂલ હૈ...’ કહીને નિકાહ કર્યા હતા. વાત એમ છે કે બિલાસપુરના અદનાન મોહમ્મદ રફી ટર્કીમાં નોકરી કરે છે. મંડીની ફરીન અખ્તર સાથે તેના નિકાહ નક્કી થયા હતા, પણ અદનાનને ઑફિસમાંથી રજા જ ન મળી. સામા પક્ષે ફરીનના દાદાની તબિયત લથડી હતી. તેમની ઇચ્છા જતાં પહેલાં ફરીનના નિકાહ જોવાની હતી એટલે બન્ને પક્ષે ભેગા થઈને પોતપોતાની સમસ્યા કહી અને હવે શું કરવું એ વિચારતા હતા એમાં ઑનલાઇન લગ્નનો તુક્કો સૂઝ્યો. કાઝીની મંજૂરી લીધી અને ઑનલાઇન નિકાહ પઢાવ્યા.