૨૦૧૯માં બનેલી એક ઘટનામાં મલેશિયાની કોર્ટે બે ડૉક્ટરોને બેદરકારી દાખવવા બદલ ૧૧.૪૨ કરોડ રૂપિયાનું વળતર દરદીના પરિવારજનોને આપવાનો આદેશ આપ્યો છે. એ ઘટનામાં ૩૬ વર્ષની પુનિતા મોહન નામની મહિલાનું મૃત્યુ થયું હતું
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
૨૦૧૯માં બનેલી એક ઘટનામાં મલેશિયાની કોર્ટે બે ડૉક્ટરોને બેદરકારી દાખવવા બદલ ૧૧.૪૨ કરોડ રૂપિયાનું વળતર દરદીના પરિવારજનોને આપવાનો આદેશ આપ્યો છે. એ ઘટનામાં ૩૬ વર્ષની પુનિતા મોહન નામની મહિલાનું મૃત્યુ થયું હતું. પુનિતાએ બીજા બાળકને જન્મ આપ્યો હતો અને એ પછી તેની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. તેને ખૂબ રક્તસ્રાવ થયો હતો અને એ વખતે ડ્યુટી પરના બે ડૉક્ટરો તેને એકલી મૂકીને ડ્રિન્ક્સ માટે જતા રહ્યા હતા. ડૉક્ટરોએ બેદરકારી દાખવતાં ખૂબ લોહી વહી જવાને કારણે પુનિતાનું મૃત્યુ થયું હતું અને એ માટે મલેશિયન હાઈ કોર્ટે મેડિકલ નેગ્લિજન્સ ગણીને ડૉક્ટરોને દોષી ગણાવી કોર્ટે વળતર આપવાનો ચુકાદો આપ્યો છે.