ધારાવીના ઇતિહાસમાં ધારાવી પ્રીમિયર લીગ (DPL)ના નામે આવી ટુર્નામેન્ટ પહેલી વાર યોજાઈ રહી છે.
લાઇફમસાલા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એશિયાની સૌથી મોટી અનૌપચારિક સ્લમ વસાહતનું રીડેવલપમેન્ટ થવા જઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર અને અદાણી ગ્રુપ દ્વારા આજથી ત્રણ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાવીના ઇતિહાસમાં ધારાવી પ્રીમિયર લીગ (DPL)ના નામે આવી ટુર્નામેન્ટ પહેલી વાર યોજાઈ રહી છે. આ ટુર્નામેન્ટને ધારાવીનાં તમામ સેક્ટરમાં છ તબક્કામાં વહેંચવામાં આવી છે. ફર્સ્ટ તબક્કામાં ૨૦૦થી વધુ ખેલાડીઓ અને ૧૪ ટીમો વચ્ચે મૅચ રમાશે. ધારાવીના RPF મેદાન પર દસ ઓવરની મૅચ રમાશે. આજથી શરૂ થઈ રહેલી ત્રિદિવસીય મૅચમાં આયોજનથી લઈને નિયમો બધું જ ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમો મુજબ કરવામાં આવશે.