Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહાકુંભની વાયરલ ગર્લ સાથે થઈ રહ્યું છે ગેરર્વર્તન, લોકોના ત્રાસથી ચહેરો ઢાંકવા મજબૂર, જુઓ વીડિયો

મહાકુંભની વાયરલ ગર્લ સાથે થઈ રહ્યું છે ગેરર્વર્તન, લોકોના ત્રાસથી ચહેરો ઢાંકવા મજબૂર, જુઓ વીડિયો

Published : 23 January, 2025 06:08 PM | IST | Prayagraj
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mahakumbh Viral Girl: મોનાલિસાએ તેનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં તે અંગે પુછવામાં આવતા તેણે કહ્યું “ના મારો કોઈ બોયફ્રેન્ડ નથી, પણ બે બેસ્ટ ફ્રેન્ડ છે. જે મારી બન્ને બહેનો છે. તેઓ પણ અહીં માળા વેચી રહી છે.”

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસા (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)


પ્રયાગરજમાં યોજાયેલા મહાકુંભ મેળાની દરેક બાબતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કુંભમાં આવેલા બાબાઓથી લઈને ત્યાંના ફેરિયાઓ પણ રાતો રાત પ્રખ્યાત થઈ ગયા છે. મહાકુંભમાં મોનાલિસા નામની 16 વર્ષની છોકરી સોશિયલ મીડિયા પરથી ચર્ચામાં આવી છે. તેના રોજે કેટલાક વીડિયો રિલ્સમાં આવી રહ્યા છે.  હાલમાં જ મોનાલિસાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેટલાક લોકો તેની સાથે સેલ્ફિ અને ફોટો પડાવવા માટે તેની સાથે ગેરવર્તન કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.


વાયરલ ગર્લ મોનાલિસા ઈન્દોરથી તેના પરિવાર સાથે માળા વેચવા મહાકુંભ 2025માં આવી છે, આ દરમિયાન તેણે દરેકનું ખેંચ્યું હતું. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો તેને હેરાન કરી રહ્યા છે. આ વીડિયોમાં તે લાલ ડ્રેસમાં જોવા મળી રહી છે, અને તે પોતાને ભીડથી બચાવવાનો પ્રયાસ કરી રહી છે. મોનાલિસા સાથે લોકો ફોટો પડાવવા માટે ગેરવર્તન કરી રહ્યા છે જેથી તેના પરિવારે તેને લોકોથી દૂર કરવાનો પણ પ્રયત્ન કરતાં વીડિયોમાં જોવા મળી રહ્યા છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mid-Day Gujarati (@middaygujarati)


વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે અન્ય લોકો તેની નજીક જવા અથવા તેની તસવીર લેવાનો પ્રયાસ કરી રહ્યા છે વીડિયોના અંતે તે આ બધાથી હેરાન થઈને નીચે બેસીને દુપટ્ટા વડે પોતાનો ચાહર ઢાંકી દેય છે. આ બધી ઘટનાઓ બાદ મોનાલિસા માસ્ક પહેરીને જ જોવા મળી રહી છે. જોકે, લોકોને કારણે તે માળાનું વેચાણ પણ નથી કરી શકતી. આ યુવતી તેના પેરેન્ટ્સ સાથે અહીં આવી છે. લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે બળજબરી કરી રહ્યા છે, જેનાથી બચવા માટે, તે માસ્કથી ચહેરો ઢાંકીને જ મેળામાં ફરી રહી છે. તે લગભગ એક મહિના સુધી અહીં રોકાશે અને માળા વેચશે. જો કે, હાલમાં એવા અહેવાલો છે, આ બધી ઘટનાઓથી તે કંટાળીને મહાકુંભ છોડી દેવાની છે.


અગાઉના એક ઇન્ટરવ્યૂમાં મોનાલિસાએ કહ્યું કે, તે મધ્યપ્રદેશના મહેશ્વર શહેરની છે. તે 15 દિવસથી પ્રયાગરાજમાં છે. કોઈએ તેનો વગર પૂછે વીડિયો બનાવ્યો હતો, જે બાદ તે વાયરલ થઈ હતી. લોકો મારી પાસે આવીને મારી સુંદરતા વિશે વાત કરે છે અને વીડિયો બનાવીને ચાલ્યા જાય છે, પણ માળા ખરીદતા નથી. તે મહાકુંભના મેળામાં 11,000 રૂપિયા સુધીની માળા વેચે છે, એમ તેનું કહેવું છે. મોનાલિસાએ તેનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં તે અંગે પુછવામાં આવતા તેણે કહ્યું “ના મારો કોઈ બોયફ્રેન્ડ નથી, પણ બે બેસ્ટ ફ્રેન્ડ છે. જે મારી બન્ને બહેનો છે. તેઓ પણ અહીં માળા વેચી રહી છે.” એક સામાન્ય છોકરી મોનાલિસા હવે કોઈ સેલિબ્રિટી બની ગઈ છે. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કુંભમાં માળા વેચતી આ છોકરીની  સ્માઇલ એટલું સુંદર છે કે, જોનારા તેને જોતા રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 January, 2025 06:08 PM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK