ATMમાં રોજ ૫૦ ક્વિન્ટલથી વધુ બેસનના લાડુનો પ્રસાદ મૂકી શકાશે.
અજબગજબ
મહાકાલના મંદિરમાં
ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલના મંદિરમાં દર્શનાર્થીઓ માટે નવી અને નોખી સુવિધા શરૂ થશે. ટૂંક સમયમાં ભક્તો માટે પ્રસાદનાં ATM મુકાશે. મશીનમાં પૈસા નાખવાથી પ્રસાદની થેલી બહાર નીકળશે. એમાં પણ ૧૦૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ અને એક કિલોની થેલી મળશે. અત્યારે મંદિર વ્યવસ્થાપક મંડળે પ્રસાદ માટે આછ કાઉન્ટર ગોઠવ્યાં છે, પરંતુ તહેવારોમાં આઠ કાઉન્ટર હોવા છતાં પહોંચી વળાતું નથી. હવે દિલ્હીના એક ભક્તે પ્રસાદના ATMનું દાન કરવાની ઇચ્છા કરી છે. વ્યવસ્થાપક ગણેશ ધાકડ કહે છે કે આ મશીનો અત્યારે જે આઠ કાઉન્ટર છે ત્યાં જ મુકાશે અને પછી જરૂરિયાત પ્રમાણે સંખ્યા વધારવાનું વિચારાશે. ATMમાં રોજ ૫૦ ક્વિન્ટલથી વધુ બેસનના લાડુનો પ્રસાદ મૂકી શકાશે.