Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મહાકુંભમાં પહેલી વાર થશે અન્ડરવૉટર ડ્રોનનો ઉપયોગ, કોઈને ડૂબવા નહીં દે

મહાકુંભમાં પહેલી વાર થશે અન્ડરવૉટર ડ્રોનનો ઉપયોગ, કોઈને ડૂબવા નહીં દે

Published : 27 December, 2024 08:38 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિમોટ ઑપરેટેડ લાઇફબોયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે તાકીદની પરિસ્થિતિમાં સહાયતા પહોંચાડી શકશે.

વૉટર ડ્રોન

અજબગજબ

વૉટર ડ્રોન


પ્રયાગરાજમાં મહાકુંભમેળાના સ્થળે આવનારા આશરે ૪૫ કરોડ ભાવિકોની સુરક્ષા અને સુવિધા માટે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. ભાવિકો માટે પાણીની અંદર સુરક્ષા માટે યોગી સરકારે અન્ડરવૉટર ડ્રોનની વ્યવસ્થા કરી છે. આ ડ્રોન ૨૪ કલાક પાણીની નીચેની ગતિવિધિ પર નજર રાખશે. અંધારામાં પણ એ આસાનીથી નજર રાખી શકશે. આમ સંગમસ્થળે કોઈ પણ ડૂબી રહેલી વ્યક્તિને બચાવી શકાશે. આ ડ્રોન ૧૦૦ મીટર ઊંડા પાણીમાં પણ કામ કરવામાં સક્ષમ રહેશે. આ ડ્રોન અસીમિત અંતર સુધી કામ કરી શકશે. ઇમર્જન્સીમાં તરત કાર્યવાહી માટે આ ડ્રોન ઇન્ટિગ્રેટેડ કન્ટ્રોલ કમાન્ડ સેન્ટરને જાણકારી અને અલર્ટ મોકલશે.


મહાકુંભમાં આવનારા ભાવિકો માટે સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ સહિત પોલીસોની ટીમો ખડેપગે હાજર રહેશે. ૭૦૦ જેટલી બોટ પર સુરક્ષાકર્મીઓ ૨૪ કલાક તહેનાત રહેશે. રિમોટ ઑપરેટેડ લાઇફબોયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે તાકીદની પરિસ્થિતિમાં સહાયતા પહોંચાડી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2024 08:38 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK