મધ્ય પ્રદેશના રાજગઢ પાસે આવેલા ઝીરી નામના ગામમાં પ્રવેશો તો જાણે પ્રાચીન યુગમાં પહોંચી ગયા હો એવું લાગે. અહીં તમામ લોકો એકબીજા સાથે સંસ્કૃતમાં જ વાત કરે છે.
અજબગજબ
ઝીરી ગામ
મધ્ય પ્રદેશના રાજગઢ પાસે આવેલા ઝીરી નામના ગામમાં પ્રવેશો તો જાણે પ્રાચીન યુગમાં પહોંચી ગયા હો એવું લાગે. અહીં તમામ લોકો એકબીજા સાથે સંસ્કૃતમાં જ વાત કરે છે. એવું નથી કે સદીઓથી અહીં સંસ્કૃતનું જ રાજ ચાલ્યું છે, પરંતુ એક સોશ્યલ વર્કરની પહેલથી આ શક્ય બન્યું છે. કહેવાય છે કે ૨૦૦૨માં વિમલા તિવારી નામની સામાજિક કાર્યકરે બાળકોને ભણાવવાનું શરૂ કર્યું ત્યારે સાથે સંસ્કૃત શીખવવાનું શરૂ કરેલું. બાળકો ઉપરાંત વડીલોની પાઠશાળામાં પણ સંસ્કૃત શીખવવાનું શરૂ થયું. એ પછી તો ગામની દરેક વ્યક્તિને સંસ્કૃત આવડવું જ જોઈએ એવી પહેલ લૉન્ચ કરવામાં આવી. આજે માહોલ એ છે કે ગામમાં કોઈ પણ પણ વ્યક્તિને મળો તો તે કડકડાટ સંસ્કૃતમાં વાત કરે છે. આ ગામની માતૃભાષા જ જાણે સંસ્કૃત છે.