રોમી તેમના ઘરનો એક સભ્ય જ હતો એટલે જીવન નાગર અને તેમના પરિવારે અતૂટ પ્રેમ અને લાગણી દર્શાવી રોમીની બધી જ મરણોત્તર ક્રિયા રિવાજ મુજબ કરી હતી
અજબગજબ
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના સુલતાનિયા ગામમાં રહેતા જીવન નાગર પાસે વર્ષોથી પાળેલો રોમી નામનો એક જર્મન શેફર્ડ ડૉગ હતો
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના સુલતાનિયા ગામમાં રહેતા જીવન નાગર પાસે વર્ષોથી પાળેલો રોમી નામનો એક જર્મન શેફર્ડ ડૉગ હતો. સખત ઠંડીને કારણે ૧૦ જાન્યુઆરીએ રોમી બીમાર પડ્યો. જીવનભાઈ એને સારંગપુરમાં એક દવાખાને લઈ ગયા, પણ એની હાલતમાં કોઈ સુધારો ન થતાં તેઓ એની સારવાર કરાવવા ભોપાલ લઈ ગયા પણ એ બચી ન શક્યો.
રોમી તેમના ઘરનો એક સભ્ય જ હતો એટલે જીવન નાગર અને તેમના પરિવારે અતૂટ પ્રેમ અને લાગણી દર્શાવી રોમીની બધી જ મરણોત્તર ક્રિયા રિવાજ મુજબ કરી હતી. વિધિવત્ અંતિમવિધિ કરવામાં આવી અને તેરમાના દિવસે આસપાસનાં ગામના ૧૦૦૦ જેટલા લોકોને ભોજન કરાવ્યું. ત્યાર બાદ તેમણે ઉજ્જૈન જઈને વિધિપૂર્વક તર્પણ અને પિંડદાન પણ કર્યું અને પોતે મુંડન પણ કરાવ્યું. ત્યાર બાદ રિવાજ મુજબ પાઘડીનો કાર્યક્રમ પણ પરિવાર અને સ્વજનો સાથે કર્યો.