મદારી તેના ગળામાં સાપ વીંટીને ખેલ બતાવતો હતો ત્યારે સાપે દિવાકરને ડંખ માર્યો હતો અને એમાં તેનું મૃત્યુ થયું હતું
અજબગજબ
મદારી મોહમ્મદ શમશૂલ
આપણે ત્યાં એક કહેવત છે કે ‘દેર છે, અંધેર નથી.’ આ કહેવત બિહારની અદાલતે સાચી ઠેરવી છે. ૧૩ વર્ષ પહેલાં સાપે ડંખ મારતાં એક યુવક મૃત્યુ પામ્યો હતો. એ કેસમાં મદારીને ૨૦૨૪માં ૧૦ વર્ષની સજા થઈ છે. ભાગલપુરના એક ગામમાં ૨૦૧૧ની ૨૪ ઑગસ્ટે મદારી મોહમ્મદ શમશૂલ સાપનો ખેલ બતાવતો હતો. લોકો સાપનો ખેલ જોતા હતા, એમાં દિવાકર રામ બિંદ નામનો યુવાન પણ હતો. મદારી તેના ગળામાં સાપ વીંટીને ખેલ બતાવતો હતો ત્યારે સાપે દિવાકરને ડંખ માર્યો હતો અને એમાં તેનું મૃત્યુ થયું હતું.