ફિલ્મની વાર્તા જેવી આ ઘટના મધ્ય પ્રદેશના છત્તરપુરમાં બની છે. છત્તરપુરના સટઈ રોડ પર એક ફ્લૅટમાં સમીર નામનો યુવક ભાડે રહેતો હતો. શુક્રવારે બપોરે દોઢ વાગ્યે તેના ફ્લૅટમાંથી બંદૂકમાંથી ગોળી છૂટ્યાનો પાડોશીઓએ અવાજ સાંભળ્યો
અજબગજબ
પ્રતીકાત્મક તસવીર
ફિલ્મની વાર્તા જેવી આ ઘટના મધ્ય પ્રદેશના છત્તરપુરમાં બની છે. છત્તરપુરના સટઈ રોડ પર એક ફ્લૅટમાં સમીર નામનો યુવક ભાડે રહેતો હતો. શુક્રવારે બપોરે દોઢ વાગ્યે તેના ફ્લૅટમાંથી બંદૂકમાંથી ગોળી છૂટ્યાનો પાડોશીઓએ અવાજ સાંભળ્યો. કેટલાકે બહાર આવીને જોયું તો સચિન ભાગી રહ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે તાત્કાલિક નૌગાંવમાંથી સચિનને પકડી લીધો. તેણે કબૂલ્યું કે મીરાને તેણે જ લમણે ગોળી મારી છે. એ પછી ગોળી મારવાનું કારણ કહ્યું. સચિન અને મીરા એકમેકને પ્રેમ કરતાં હતાં. બન્ને ૩ વર્ષથી ચોરીછૂપે મળતાં હતાં, પણ બન્નેના પરિવારને આ સંબંધ નહોતો ગમતો. મીરાના પરિવારે બીજા યુવક સાથે તેનાં લગ્ન નક્કી કરી નાખ્યાં હતાં. આ બાજુ સમીર માટે પણ છોકરીઓ જોવાનું શરૂ થઈ ગયું હતું. પરિવારને કારણે પ્રેમ નહીં પાંગરે એવું વિચારીને બન્નેએ આપઘાત કરવાનું નક્કી કર્યું એટલે શુક્રવારે બન્ને સચિનના ફ્લૅટમાં ભેગાં થયાં હતાં. નક્કી થયા પ્રમાણે સચિને મીરાને ગોળી માર્યા પછી પોતાને પણ ગોળી મારવાની હતી. સચિને મીરાને ગોળી મારી પણ પછી ગભરાઈને પોતાને ન મારી શક્યો એટલે ભાગી ગયો હતો.