કોઈ ડાઉન પેમેન્ટ જમા કરાવ્યા વગર કિઆનાં ત્રણ મૉડલ સેલ્ટોસ, સૉનેટ અને કારેન્સને લીઝ પર લઈ શકે છે
કાર
સાઉથ કોરિયન કંપની કિઆ ભારતીય માર્કેટમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય કાર-બ્રૅન્ડ બની ગઈ છે. કિઆ ઇન્ડિયાએ તાજેતરમાં ઓરિક્સ ઑટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસિસ લિમિટેડ સાથેની પાર્ટનરશિપથી ‘કિઆ લીઝ’ ઓનરશિપ પ્રોગ્રામ લૉન્ચ કર્યો છે. આ પ્રોગ્રામ હેઠળ ગ્રાહક કોઈ ડાઉન પેમેન્ટ જમા કરાવ્યા વગર કિઆનાં ત્રણ મૉડલ સેલ્ટોસ, સૉનેટ અને કારેન્સને લીઝ પર લઈ શકે છે. આ માટે ગ્રાહકે કોઈ ડાઉન પેમેન્ટ ચૂકવવું નહીં પડે અને તે મેઇન્ટેનન્સ, ઇન્શ્યૉરન્સ કે રીસેલની જવાબદારીથી પણ મુક્ત થઈ જશે. ત્રણમાંથી કોઈ પણ મૉડલ લીઝ પર લઈ જવાનો સમયગાળો ૨૪ મહિનાથી ૬૦ મહિના સુધીનો છે.
કિઆ સેલ્ટોસ માટે ૨૮,૯૦૦ રૂપિયા, સૉનેટ માટે ૨૧,૯૦૦ રૂપિયા અને કારેન્સ માટે ૨૮,૮૦૦ રૂપિયા માસિક પેમેન્ટ કરવાનું રહેશે. શરૂઆતમાં આ પ્રોગ્રામ દિલ્હી NCR, મુંબઈ, હૈદરાબાદ, ચેન્નઈ, બૅન્ગલોર અને પુણેમાં શરૂ કરવામાં આવ્યો છે. લીઝનો સમયગાળો પૂરો થાય એટલે ગ્રાહકને કાર રિટર્ન કરવાનો, લીઝ રિન્યુ કરવાનો અથવા નવા મૉડલમાં અપગ્રેડ કરવાનો વિકલ્પ મળશે.