Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ મજૂર છે કે પનિહારી! માથા પર ૮ બોરી ઊંચકીને કેટલો આરામથી ચાલે છે

આ મજૂર છે કે પનિહારી! માથા પર ૮ બોરી ઊંચકીને કેટલો આરામથી ચાલે છે

Published : 03 August, 2024 12:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સાવ સામાન્ય વિડિયો છે. એમાં એક ટ્રકમાંથી એક મજૂર બીજા મજૂરના માથે બોરી મૂકે છે ને એ મજૂર બોરી ઊંચકીને જતો દેખાય છે, પણ સાવ સામાન્ય લાગતા આ વિડિયોમાં અસામાન્ય વાત બોરીની સંખ્યાની છે.

આ મજૂર છે કે પનિહારી! માથા પર ૮ બોરી ઊંચકીને કેટલો આરામથી ચાલે છે

આ મજૂર છે કે પનિહારી! માથા પર ૮ બોરી ઊંચકીને કેટલો આરામથી ચાલે છે


તમે ઊંચકી-ઊંચકીને કેટલું વજન ઊંચકી શકો? એ વાંચ્યા પછી પ્રયત્ન કરી જોજો. આ પૂછવાનું કારણ એટલું જ કે એક વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે ચગ્યો છે. આ સાવ સામાન્ય વિડિયો છે. એમાં એક ટ્રકમાંથી એક મજૂર બીજા મજૂરના માથે બોરી મૂકે છે ને એ મજૂર બોરી ઊંચકીને જતો દેખાય છે, પણ સાવ સામાન્ય લાગતા આ વિડિયોમાં અસામાન્ય વાત બોરીની સંખ્યાની છે. એ મજૂર માથા પર એક-બે નહીં, ૮-૮ બોરી ઊંચકીને જાણે પનિહારી ચાલતી હોય એમ મલપતી ચાલે ચાલી નીકળે છે. એક બોરીમાં ૫૦ કિલો વજન ધારીએ તો ૮ બોરી લેખે ૪૦૦ કિલો વજન થાય. હવે ૪૦૦ કિલો વજન ઊંચકવું એ કાંઈ નાની માના ખેલ નથી. જિમમાં જઈને ડમ્બેલ્સ ઊંચકનારા અને વેઇટલિફ્ટિંગ કરનારા અચ્છા-અચ્છા બાવડેબાજોનેય ફીણ નીકળી જાય!


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2024 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK