છોટી આલિયા (Chhoti Alia Bhatt) તરીકે સોશિયલ મીડિયામાં છવાયેલી બેબી ગર્લ વ્યોમી રાદડિયા (Vyomi Radadia)છે. જે 9 વર્ષની છે અને મુળ રાજકોટ શહેરની છે.
Watch Video
વ્યોમી રાદડિયા
છેલ્લા કેટલાક સમયથી `કેસરિયા` ખુબ જ ચર્ચામાં છે. પહેલા આલિયા ભટ્ટ સ્ટારર બ્રહ્માસ્ત્ર ફિલ્મનું ગીત `કેસરિયા` અને ત્યાર બાદ ચૂંટણીમાં ભાજપનો `કેસરિયા`. અને હવે ચર્ચામાં છે `કેસરિયા` ગીત પર ડાન્સ કરી સોશિયલ મીડિયામાં છવાયેલી ગુજરાતી `છોટી આલિયા`. સોશિયલ મીડિયા પર કેસરિયા પર ડાન્સનો એક વીડિયો ખુબ જ વાયરલ થયો છે. જેમાં નવ વર્ષની એક ક્યુટી કેસરિયા પર ઢાંસુ ડાન્સ કરતી જોવા મળે છે અને હવે તે છોટી આલિયા તરીકે છવાઈ ગઈ છે. તો ચાલો જાણીએ કોણ છે આ છોટી આલિયા, જેની ચર્ચાઓ ચોતરફ થઈ રહી છે.
છોટી આલિયા (Chhoti Alia Bhatt) તરીકે સોશિયલ મીડિયામાં છવાયેલી બેબી ગર્લ વ્યોમી રાદડિયા (Vyomi Radadia)છે. જે 9 વર્ષની છે અને મુળ રાજકોટ શહેરની છે. વ્યોમી ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે ડાન્સ પણ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે ડાન્સના અદ્ભૂત વીડિયો શેર કર્યા છે. જેમાંનો એક કેસરિયા ગીત પરનો ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થયો છે. આલિયા ભટ્ટ જેવો જ કોસ્ટ્યુમ પહેરી વ્યોમી જે રીતે ડાન્સના મુવ્ઝ કરી રહી છે એ જોઈને સૌ કોઈ તેના દિવાના થયા છે. સોશિયલ મીડિયા પર વ્યોમી છોટી આલિયા તરીકે છવાઈ ગઈ છે. આ વીડિયો તમે નીચે જોઈ શકો છે.
ADVERTISEMENT
View this post on Instagram
છોટી આલિયાના વીડિયોને યુઝર્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો તેના ડાન્સ મુવ્ઝ પર અઢળક પ્રેમ વરસાવી રહ્યાં છે. તેના કેસરિયા ડાન્સ વીડિયોને 11.5 મિલિયન વ્યુઝ મળ્યા છે, તેમજ આ રીલ્સ બાદ ધડાધડ તેના ફોલોઅર્સ વધી રહ્યાં છે. ઈન્સ્ટાગ્રામ પર વ્યોમીના 87 હજાર ફોલોઅર્સ છે.
વ્યોમીના મમ્મી તન્વી રાદડિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં કહ્યું હતું કે `તેને ડાન્સનો ખુબ જ શોખ છે. લૉકડાઉન દરમિયાન તેણે ડાન્સ પર ભાર આપ્યો અને હવે તે ખુબ જ ગ્રેસફુલ ડાન્સ કરી રહી છે. જો કે, બે વર્ષ પહેલા એક નેશનલ ડાન્સ શૉ માટે ઓફર પણ આવી હતી. પરંતુ ત્યારે તે માત્ર સાત વર્ષની હોવાથી તેને શૉમાં મોકલવાનું ટાળ્યું હતું. જો કે હવે એના માટે તે તૈયાર છે.` બની શકે કે આગામી દિવસોમાં આ ગુજરાતી છોટી આલિયા ટેલિવિઝનના પડદા પર પણ ધૂમ મચાવતી જોવા મળે.