આ માઇલસ્ટોનની ઉજવણી માટે કોઈ ઑફિશ્યલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું નહોતું
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર
બ્રિટનના કિંગ ચાર્લ્સની તાજપોશીને એક વર્ષ પૂરું થયું એ નિમિત્તે ૬ મેએ લંડનના ગ્રીનપાર્કમાં ૪૧ તોપોની સલામી આપવામાં આવી હતી. ગ્રીનપાર્કમાં ૭૧ ઘોડા પ્રથમ વિશ્વયુદ્ધના સમયની ૧૩-પાઉન્ડર ફીલ્ડ ગન સાથે પહોંચ્યા હતા. એ ઉપરાંત ટાવર ઑફ લંડન, સ્કૉટલૅન્ડના એડિનબર્ગ કૅસલ, વેલ્સના કાર્ડિફ કૅસલ અને નૉર્ધર્ન આયરલૅન્ડમાં હિલ્સબોરો કૅસલ ખાતે ૬૨ તોપોની સલામી અપાઈ હતી. જોકે આ માઇલસ્ટોનની ઉજવણી માટે કોઈ ઑફિશ્યલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું નહોતું, કારણ કે કિંગ ચાર્લ્સ માટે આ વર્ષ મુશ્કેલ સાબિત થયું હતું. કૅન્સરનું નિદાન થયા બાદ તેઓ તાજેતરમાં ફરજ પર પાછા ફર્યા હતા.